રાજ્યમાં આ જિલ્લામાં ઠંડીના કારણે શાળાના સમયમાં કરાયો ફેરફાર, કોંગ્રેસે કરી સમય ઘટાડવા માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  રાજકોટના ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં ગઈકાલે ધો.8 ની વિદ્યાર્થિનીનું કળકળતી ઠંડીના કારણે મોત થવાના મામલે રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે રાજ્યમાં હાડ ધ્રુજાવતી ઠંડીમાં સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવા મામલે કોંગ્રેસ મેદાને ઉતરી છે.  હાડ ધ્રુજાવતી ઠંડીમાં  સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં એક કલાક મોડો કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, અમદાવાદ અને કચ્છમાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે ત્યારે ગુજરાતના કચ્છમાં ઠંડીને પગલે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કચ્છમાં પ્રાથમિક શાળાનો સમય સવારે 11થી સાંજના ચાર વાગ્યા સુધી નક્કી કરાયો હતો. કચ્છના પ્રાથમિક શાળામાં શનિવારનો સમય સવારે નવ વાગ્યાથી બપોરના સાડા 12 વાગ્યાનો કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને આદેશ આપ્યો હતો.

ADVERTISEMENT

રાજકોટમાં સમય ફેરફાર 
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. વિદ્યાર્થિની બેન્ચ પરથી ઢળી પડી હતી અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.  ત્યાર બાદ તંત્ર હવે શાળાના સમયમાં ફેરફાર કરવાં માટે એક્ટિવ જોવા મળી છે. ત્યારે હવે  રાજકોટની તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ આપવામાં આવ્યો છે.

AMC દ્વારા  કરવામાં આવ્યો આ નિર્ણય
રાજ્યમાં પડી રહેલ ઠંડીને પગલે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે.

ADVERTISEMENT

કોંગ્રેસે કરી આ માંગ

ADVERTISEMENT

કડકડતિ ઠંડીમાં સવારની શાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય અને ભણતર પર અસર થઈ રહી છે ત્યારે શાળાના સમયમાં ફેરફાર કરવા કોંગ્રેસ મેદાને ઉતાર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે કહ્યું કે, ગુજરાતમાં અસહ્ય ઠંડી પડી રહી છે. હવામાન ખાતે કોલ્ડવેવની જાણ પણ કરી છે હાડ ધ્રુજાવતી ઠંડીમાં ખાસ કરીને સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થતી હોવાથી, અને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થતી જણાય છે. એક બાળકી કદાચ ઠંડીને કારણે રાજકોટ શહેરમાં મૃત્યુ પામી હોવાનું જાણવા મળેલ છે. તેમજ રાજ્યભરમાં ઘણાં વિધાર્થીઓ અને વાલીઓ અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે, જેને કારણે વિધાર્થીઓ અને બાળકોને શાળાએ તેડવા મુકવા જતા વાલીઓની મુશ્કેલીઓ વધી રહી છે. તેમજ સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

તાત્કાલિક પરિપત્ર કરવા કરી માંગ
સરકારને વિનંતી કરતાં કહ્યું કે, રાજ્યમાં પડી રહેલી અસહ્ય ઠંડીને લક્ષમાં રાખીને વિધાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં ગુજરાત રાજ્યમાં સવારની પાળીમાં ચાલતી તમામ શાળાઓનો સમયમાં એક કલાક મોડો કરવામાં આવે. તથા આ મામલે તાત્કાલિક પરિપત્ર કરવા વિનંતી કરી છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT