ડ્રગ્સનું દૂષણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું, સિદ્ધપુરથી 1.31 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી મેગા શહેરો માથી માદક પદાર્થ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ મામલે…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી મેગા શહેરો માથી માદક પદાર્થ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ મામલે વધુ સતર્ક જોવા મળી રહી છે. ત્યારે આ માદક પદાર્થના વેચાણનું નેટવર્ક હવે નાના શહેરોમાં પણ સ્થાપિત થયું હોય તેમ લાગી રહ્યું છે. પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરના ખળી ગામ તરફ ડ્રગ્સનો જથ્થો લઈને ડીલેવરી આપવા નીકળેલા શખ્સને સિદ્ધપુર પોલીસે ઝડપી લીધો છે.
મહેસાણા-પાલનપુર હાઇવે રોડ નજીક સર્વિસ રોડ ઉપર સિધ્ધપુરના ખળી ગામ તરફ જવાના રસ્તા નજીક થી ધમડારામ કેશરારામ ગોદારા નામનો શખ્સ ઊંઝાથી ડ્રગ્સ જથ્થો લઈને સિધ્ધપુર તાલુકાના નેદરા ગામના ખોરજીયા સાઉદ સહીદભાઈને ડિલિવરી આપવા આપવાનો હોવાની સિધ્ધપુર પોલીસને ચોકકસ બાતમી મળતા સિધ્ધપુર પોલીસ દ્વારા રસ્તા પર વોચ રાખી બાતમી મુજબના શખ્સોને એસેન્ટ ગાડી અને મોટર સાયકલ સાથે બંનેને ઝડપી લીધા હતા.
ડ્રગ્સનો 13.10 ગ્રામ જથ્થો ઝડપાયો
ખોરજીયા સાઉદને ચેક કરતાં તેમની પાસે થી ડ્રગ્સનો 13.10 ગ્રામ જથ્થો કિ.. 1.31 લાખ રૂપિયાનો મળી આવતા પોલીસે એસેન્ટ ગાડી,મોટર સાયકલ, બે મોબાઇલ મળી કુલ રૂ. 3,0,2100 મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ધમડારામ કેશરારામ ગોદારા અને ખોરજીયા સઉદની અટકાયત કરી ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

નાના શહેર સુધી ગરુગસનું દૂષણ પહોંચ્યું
ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી મેગા શહેરો માથી ઝડપાતા માદક પદાથૅ નું નેટવર્ક હવે નાના નાના શહેરો મા ફેલાયું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ તંત્ર એકશન મોડ પર જોવા મળી રહ્યું છે.