3 મહિનાથી નાકમાંથી લોહી-દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું, દૂરબીનમાં એવી વસ્તુ દેખાઈ કે ડોક્ટર્સ પણ ચોંક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: બાળકો ક્યારેક રમતા રમતા પોતાનો જ જીવ જોખમમાં નાખી દેતા હોય છે. બાળકો પાવર, લખોટી કે સિક્કા જેવી વસ્તુ ગળી જવાના અત્યાર સુધી ઘણી કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં એક 10 વર્ષની બાળકીના નાકમાં રબરનો ટુકડો ફસાઈ ગયો હતો. 3 મહિના પહેલા બનેલી ઘટનાથી બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી અને લોહી નીકળતું હતું, તેને સતત શરદી અને નાક બંધ થઈ જવાની તકલીફ ઊભી થઈ, માતા-પિતાએ અનેક જગ્યાએથી દવા કરવા છતાં કોઈ ફેર પડતો નહોતો. આખરે રાજકોટના ENT સર્જને દૂરબીનથી નાકમાંથી રબરનો ટુકડો બહાર કાઢતા બાળકીને રાહત થઈ હતી.

બાળકીની પરેશાનીથી વાલી કંટાળ્યા
વિગતો મુજબ, રાજકોટની સુહાની ત્રિવેદી નામની બાળકીને જમણા બાજુના નાકમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી અને લોહી આવતું હતું. તથા સતત નાક બંધ રહેવાની ફરિયાદ થતી. આથી તેના માપા-પિતા ENT સર્જન પાસે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે દૂરબીન વડે જોતા અંદર પીળા રંગનું કંઈક પ્રવાહી જેવું દેખાતું હતું. સાથે સુહાનીને સતત શરદી રહેતી હોવાની પણ ફરિયાદ તેના માતા-પિતા કરતા. અનેક જગ્યાએથી દવાઓ લેવા છતાં તેને કોઈ ફેર નહોતો પડતો.

3 મહિનાથી બાળકી પરેશાન હતી
આથી ડોક્ટરે બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને નાકમાંથી આ વસ્તુ કાઢતા ડોક્ટર્સ સહિત બાળકીના માતા-પિતા પણ અચંબીત થઈ ગયા હતા. છેલ્લા ત્રણ મહિનાથી બાળકી જેના કારણે પરેશાન હતી તે વસ્તુ રબરનો ટુકડો હતો. જેના કારણે તેને શરદી તથા લોહી પડવાની સમસ્યા થઈ રહી હતી. 1 ઈંચ જેટલું રબર બહાર નીકળતા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

ADVERTISEMENT

બાળકોનું ખાસ ધ્યાન રાખવું
ખાસ વાત છે કે, બાળકો ઘણીવાર રમતા રમતા નાક, કાન કે ગળામાં કોઈપણ વસ્તુ નાખી દેતા હોય છે, તે મોટી સમસ્યામાં પરિણમી શકે છે અને તેનાથી બાળકના જીવને પણ જોખમ સર્જાય છે. ત્યારે માતા-પિતાએ આ બાબતે બાળકો રમતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT