ગુજરાતના DGP આશિષ ભાટિયાના વહીવટદારને સસ્પેન્ડ કરવા ગૃહમંત્રાલયે કરવા પડ્યા આદેશ !

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નિવૃત થાય તે પહેલા જ એક મોટા વિવાદમાં ફસાયા છે. ડીજીપીની દેખરેખ હેઠળ ચાલતી સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સપેક્ટર જી.એચ દહિયા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સસ્પેંશનનો ઓર્ડર કરાયો હોવા છતા આશિષ ભાટિયાએ નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

દહીયાને બચાવવા માટે પોલીસ વડાએ પોતાની શક્તિનો ભરપુર પ્રયોગ કર્યો
સચિવાલયના સુત્રો અનુસાર, દહીંયા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાના ખુબ જ નજીકના અધિકારી છે. તેઓ બંન્ને વચ્ચે વર્ષોથી ખુબ જ ગાઢ સંબંધ છે. આ અંગે ચર્ચાગાંધીનગરથી રાજ્યના તમામ પોલીસ સ્ટેશન સુધી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, દહિયાએ કબુતરબાજીના કેસમાં પી.આઇ દહીયાએ ગોઠવણી કરી હોવાની શક્યતા છે. રાજ્યના સૌથી મોટા કબુતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબીની થોડા સમય પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભરત પટેલ બોબી અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એક કેસ સહિત સમગ્ર દેશના અનેક કેસમાં ફરાર હતો.

માનવ તસ્કરી જેવા કેસમાં પણ DGP ના વહીવટદારની શંકાસ્પદ ભુમિકા
માનવ તસ્કરી રેકેટમાં કરોડો રૂપિયાની કમાણી કરતા બોબીની ધરપકડ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ ક્રાઇમબ્રાંચ પાસે રહેલી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી. આ તપાસમાં ભરત પટેલે બોબીની ધરપકડ વખતે 69 પાસપોર્ટનો જથ્થો મળી આવ્યો હતો. આ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાણવા જોગ નોંધી તપાસ આદરી હતી. જેમાં તેની પાસે તપાસમાંચાર પાસપોર્ટ હોવાનું જાણા મળતા બોબી સહિત 18 શખ્સો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં દહિયા તપાસ અધિકારી નહી હોવા છતા પણ એક રાત ભરત પટેલની પુછપરછ કરી હતી. આ અંગેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને થતા તેમણે ખાતાકીય તપાસ આદરી હતી.

ADVERTISEMENT

લ સાથે પુછપરછના નામે એક રાત રહ્યા દહીયા
તપાસમાં સામે આવ્યું કે, પાસપોર્ટ કેસના તપાસનીશ અધિકારી પીએસઆઇ સોલંકી હોવા છતા પીઆઇ દહીયાએ ભરત પટેલની સાથે પુછપરછ કર્યા હોવાના અનેક પુરાવા મળ્યા હતા. એડિશનલ ડીજી દ્વારા આશિષ ભાટિયાને એક અઠવાડીયા પહેલા જ પત્ર લખી દહિયા સામે પગલા લેવા માટે રજુઆત કરી હતી. જો કે ભાટીયાએ પગલા નહી લેતા આખરે ગૃહ વિભાગે આદેશ કરવો પડ્યો હતો. તેમ છતા ભાટીયાએ આ આદેશના પાલનમાં પણ વિલંબ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ગૃહ વિભાગે પોતે સમગ્ર મામલે તપાસ આદરીને કાર્યવાહી શરૂ કરી
જેના પગલે હવે ગૃહમંત્રી પોતે જ સીધા એક્શનમાં આવ્યા છે. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની સાફ સફાઇ આદરી છે. આજના એક જ દિવસમાં 3 સસ્પેંશન થયા છે. ગૃહમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 10-12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગૃહમંત્રાલયની રડારમાં છે. હવે પોલીસ સ્ટેશન વાઇઝ સાફ સફાઇ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT