દ્વારકા, ડાકોર અને શામળાજી કૃષ્ણ જન્મોત્સવ પહેલા ભક્તોનું ઘોડાપુર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : કાળીયા ઠાકરની પવિત્ર ભુમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજે રાત્રે બરોબર 12 ના ટકોરે જ્યારે કૃષ્ણ પરમાત્મા ધરતી પર અવતરીત થશે. જેથી આજે પહેલા રણછોડરાયજીના દરબારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. સ્થાનિક કૃષ્ણ મંદિર હોય કે દ્વારકા કે ડાકોર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાન કૃષ્ણના દરબારમાં જઇને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે ધામધુમપુર્વક કૃષ્ણ જન્મોત્સવને લઇને અત્યારથી જ તંત્ર સાબદું છે અને તડામાર તૈયારીઓ ચલાવી રહ્યું છે.

દ્વારકા મંદિરમાં તડામાર તૈયારીઓ
દ્વારકાના મંદિરમાં મોટા પ્રમાણમાં ભગવાનના દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. બીજી તરફ ભારે ભીડ અને મુખ્યમંત્રી આવે તેવી શક્યતાઓને જોતા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર પણ ખડેપગે છે અને જન્મોત્સવને લગતી તૈયારીઓ પણ મંદિર તંત્ર દ્વારા તડામાર રીતે કરવામાં આવી રહી છે. આખા મંદિરને આસોપાલવથી શણગારવામાં આવ્યું છે. ઠેરઠેર ફુલ અને અન્ય રીતે કાનાને રિઝવી શકાય તે પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને પારણે ઝુલાવી શકાય તે માટે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાકોરમાં આસોપાલવથી આખુ મંદિર શણગારાયું
ડાકોરમાં પણ ભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી ખાસ કરીને મધ્યગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યાં છે. સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડાકોરમાં વિશેષ રીતે તૈયારી કરવામાં આવી છે. સમગ્ર મંદિરને આસોપાલવના પાનથી શણગારવામાં આવ્યું છે. ભક્તોને કોઇ સમસ્યા ન થાય અને શાંતિપુર્વક દર્શન કરીને તે બહાર નિકળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ADVERTISEMENT

શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું
શામળાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર છે. મિની વેકેશન હોવાનાં કારણે મોટા પ્રમાણમાં લોકો આબુ તરફ જઇ રહ્યા છે ત્યારે વાયા શામળાજી થઇને જઇ રહ્યા છે. રણછોડરાયજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. શામળાજી બોર્ડર વિસ્તાર હોવાનાં કારણે પોલીસ તમામ પ્રકારે સજ્જ થઇ ચુકી છે. ભગવાનના દર્શન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT