દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેવાયત ખવડની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. કેસમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકશે એવી કોર્ટે છૂટ આપી છે.

લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી છે અને ખવડને હજુ જેલમાં જ રહેવું પડશે. આ પહેલાં પણ દેવાયત ખવડે જામીન માટે હવાતિયા માર્યા હતા અને અરજીઓ કરી હતી. પરંતુ તેમને નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળી રહી છે. દેવાયત ખવડની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

ADVERTISEMENT

19 ડિસેમ્બરથી દેવાયત ખવડ જેલમાં
દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે.

મયુરસિંહ રાણાએ PMO માં કરી ફરિયાદ 
હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયુરસિંહ રાણાએ ન્યાય માટે સીધી જ PMOમાં લેખિત ફરિયાદ કરી હતી. આ સિવાય ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માંગ કરી હતી. આ પછી આજે દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાવ્યું મોંઘવારીનું ચૂંટણી સૂત્ર, જાણો શું છે મામલો

ADVERTISEMENT

અપશબ્દોથી થઈ હતી શરૂઆત
મયુરસિંહ અને દેવાયત વચ્ચે ઝઘડાની શરૂઆત સોશિયલ મીડિયામાં અપશબ્દો બોલવાથી થઈ હતી. એ બનાવમાં પોલીસે મયુરસિંહ સામે કાર્યવાહી કરી હતી. જોકે આમ છતાં પણ દેવાયત ખવડે પાછળથી આવી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

શું છે મામલો 
બિલ્ડર મયુરસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સે મયુરસિંહ પર દેવાયત અને અજાણ્યો શખ્સે ધોકા-પાઇપથી માર માર્યો હતો. આ પછી બધા કારમાં નાસી ગયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT