દાહોદમાં બાળ કલ્યાણ સમિતીએ વધુ એક બાળ લગ્ન રોક્યા, 406 કિમી દૂરથી આવેલી જાન પાછી વળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના પાટવેલ ગામમાં બાળ કલ્યાણ સમિતી દ્વારા સગીર વયની કન્યાના લગ્ન રોકવામાં આવ્યા હતા. લગ્ન કરવા જઈ રહેલી કન્યાને પુખ્ત થવામાં 4 મહિના બાકી હતી. બીજી તરફ જાનૈયાઓ 406 કિમી દૂર અમરેલીથી જાન નીકળી ગઈ હતી. જોકે કન્યાના ઘરે કાર્યવાહીની જાણ થતા 15 કિલોમીટર દૂરથી જ પરત જતી રહી હતી. ઘટનાના પગલે કન્યાના માતા-પિતાની અટકાયત કરવામાં આવી હતી.

બાળ લગ્નની જાણ થતા પોલીસ સાથે બાળ સુરક્ષા ટીમ પહોંચી
દાહોદ જીલ્લામાં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા લોકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. જેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણ કરી હતી. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન અને સુચનોથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમે પોલીસને સાથે રાખીને તપાસ કરી હતી.

કન્યાની ઉંમર 17 વર્ષ 8 મહિના નીકળી
વિગત વાર અહેવાલ મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભાવરા ગામના યુવક સાથે ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની સગીર કન્યા સાથે લગ્ન હતા.કન્યાની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમે સ્થળ પરથી સગીર કન્યાના પિતા અને માતાનો સંપર્ક કરીને કન્યાની ઉંમરના પુરાવા અંગે પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે યુવતીની ઉંમર 18 વર્ષ પૂરા થવામાં હજુ 4 મહિના બાકી છે. આથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈ મુજબ સગીર વયની છે તેવું જાણવા મળતા ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ આવેલા.

ADVERTISEMENT

પરિવારજનોને સમજાવીને યુવતી પરત સોંપાઈ
આ અંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, પાટવેલ ગામની સગીર કન્યા કે જેના બાળ લગ્ન થવાના હતા એ બાળકીનું રેસકયું કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરતા બાળક અને પરિવારને માનસિક આઘાત કે માનસિક રીતે બાળક પડી ના ભાંગે તે માટે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મોડી રાતે બાળકીને તેના પરિવારને તેના વાલી અને કુટુંબીજનોને સોંપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT