RTOના ધક્કા ખાવાથી મુક્તિ મળશે, હવે કારની ડિલિવરી વખતે જ નંબર પ્લેટ મળી જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં કારના નંબર લેવા માટે હવે RTOના ધક્કા નહીં ખાવા પડે. કાર ખરીદતી વખતે ગ્રાહકોને ડીલરને ત્યાં જ પસંદગીના નંબરથી લઈને ઉપલબ્ધ નંબરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. RTO તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે અને વાહન વ્યવહાર વિભાગ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લઈ શકે છે.

પસંદગીનો નંબર ન લો તો કયો નંબર મળશે તે પણ માલુમ થશે
હાલમાં વાહન માલિકોને પસંદગીનો નંબર મેળવવા માટે RTOની એપ્લિકેશન કે વેબસાઈટ પર ઓનલાઈન સિસ્ટમની મદદ લેવી પડતી હોય છે. પસંદગીના નંબર માટે પેમેન્ટ પણ કરવું પડે છે. ત્યારે આગામી સમયમાં ગ્રાહકને કાર ખરીદતી વખતે ડીલરને ત્યાં RTO એપ્લિકેશનમાં ઉપલબ્ધ રજિસ્ટ્રેશન નંબરનું લિસ્ટ દેખાશે, તેમાંથી ગ્રાહકે નંબર પસંદ કરવાનો રહેશે. જો કોઈ ખાસ નંબર પસંદ ન કરવો હોય તો ગ્રાહકને કારમાં કયો નંબર એલોટ થશે તે પણ કાર બુક કરતી વખતે જ માલુમ પડી જશે.

આ પણ વાંચો: કલોલના 2002 રમખાણકાંડના 18 વર્ષ પછી 22 આરોપીઓ નિર્દોષ છૂટ્યા

ADVERTISEMENT

કેન્દ્ર સરકારની લીલીઝંડી મળતા જ નિર્ણય લાગુ
હાલમાં નવી કાર ખરીદ્યા બાદ રજીસ્ટર્ડ નંબર આપવામાં આવે છે. પરંતુ આ નવા નિર્ણયથી કારની ડિલિવરી સાથે જ રજીસ્ટર્ડ નંબર મળશે. એટલે ગ્રાહકોને RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ નિર્ણયના અમલ મુદ્દે રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ભારત સરકારની મંજૂરી મળતા જ ગુજરાતમાં આ નિર્ણય લાગુ થશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT