અમેરિકામાં આણંદના યુવકની લૂંટના ઈરાદે હત્યાઃ ઘરમાં ઘૂસી અશ્વેતોનું ફાયરિંગ, પત્ની-દીકરી ઈજાગ્રસ્ત
હેતાલી શાહ.નડિયાદઃ અમેરિકામાં ગુજરાતીઓની હત્યા અટકવાનું નામ જ નથી લઈ આજે વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા આણંદ જિલ્લાના…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ અમેરિકામાં ગુજરાતીઓની હત્યા અટકવાનું નામ જ નથી લઈ આજે વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા આણંદ જિલ્લાના કરમસદના યુવકની હત્યા કરવામાં આવી. અશ્વેત લૂંટારુઓએ લૂંટ કરવાના ઇરાદે યુવકના ઘરમાં પ્રવેશ કર્યો અને યુવક પર ઉપરાછાપરી ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો. આ ઘટનામાં યુવકની પત્ની અને દીકરી પણ ઈજાગ્રસ્ત થયા છે.
આણંદનો પટેલ પરિવાર બહાર ગયો હતો પણ…
મળતી માહિતી અનુસાર, મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદના અને હાલમાં અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા 52 વર્ષીય પિનલભાઈ પટેલની અશ્વેત લુંટારૂઓ એ લૂંટના ઇરાદાથી ગોળી મારી હત્યા કરી નાખી. આ ઘટના ત્યારે બની જ્યારે પિનલ પટેલ પોતાના પરિવાર સાથે બહારથી ઘરે આવી રહ્યા હતા. પિનલ પટેલ તેમની પત્ની રૂપલબેન પટેલ અને 17 વર્ષીય દીકરી ભક્તિ પટેલ ત્રણે બહાર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન અશ્વેત લૂંટારુઓએ પરિવારના ત્રણે સદસ્યો પર લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. અશ્વેત લૂંટારુઓએ પિનલ પટેલ પર ઉપરા છાપરી ગોળીઓ ચલાવી જેને લઈને પીનલ પટેલનું મોત થઈ ગયું. જ્યારે પિનલ પટેલની પત્ની રૂપલબેન પટેલ અને તેમની દીકરી ભક્તિબેન પટેલ ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયા 40 થી વધુ ટ્રસ્ટી, અનાર પટેલ સહિત જાણો કોનો કોનો થયો સમાવેશ
ADVERTISEMENT
માતા માટે પાછા ગુજરાત આવવાના હતા
ઘટનાની જાણ કરમસદમાં રહેતા તેમના સગા સંબંધીઓને થતાં ગમગીની છવાઈ છે. કરમસદમાં જ્યાં તેમનું ઘર છે તેની આસપાસ રહેતા લોકોમાં પણ રોષ જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ઘરમાં ઘૂસીને આવી હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં સુરક્ષા જેવું કાંઈ જ નથી. સરકારે હવે કંઈ કરવું જોઈએ. પિનલભાઇ 2 વર્ષ પહેલા કરમસદ આવ્યા હતા અને તેઓ પરત કરમસદ આવી જ જશે તેમ કહેતા. કારણકે પિનલભાઇના માતા હાલ સેલવાસ તેમની બહેનનાં ઘરે રહે છે. માતા માટે તેઓ પાછા આવવા માગતા હતા, પણ આજે આ સમાચાર મળતાં અમને ઘણું દુઃખ થયું છે. સરકાર કોઈ પગલાં લે તે જરૂરી છે. મહત્વનું છે કે ચરોતરના મોટા ભાગના લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે. અવાર નવાર આવી ઘટનાઓ બનતા અહીં રહેતાં તેમના પરિજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT