બુલેટની ટાંકી પર યુવતી, પાછળ ડ્રાઈવર, હોળી પર ‘કબીર-પ્રીતિ’ના રોમાન્સનો વીડિયો વાઈરલ થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જયપુર: હોળીના તહેવાર વચ્ચે સોશિયલ મીડિયામાં એક કપલનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બુલેટમાં પેટ્રોલની ટાંકી પર છોકરી, પાછળ યુવક બેઠેલો છે. બંને આ રીતે ચાલુ બાઈક પર જાહેર રસ્તામાં રોમાન્સ કરતા કેમેરામાં કેદ થઈ ગયા છે. આ વીડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે. જાહેર રસ્તા પર આસપાસના લોકોની ચિંતા કર્યા વિના રોમાન્સ કરતું આ કપલ હગ કરીને બેઠેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો જયપુરના જવાહર સર્કલ ચોકઠાનો છે.

કપલે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પોલીસ શોધવામાં લાગી
આ દરમિયાન કપલે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું. વાઈરલ થયેલા વીડિયોમાં પ્રેમી કપલ જે બુલેટ બાઇક પર મુસાફરી કરી રહ્યું છે તેનો રજિસ્ટ્રેશન નંબર રાજસ્થાનનો છે. હવે આ વીડિયો પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો છે. એવામાં પોલીસ આરોપી બુલેટ ચાલકની શોધ કરી રહી છે, તેના આધારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. આ પહેલા પણ આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ પણ વાંચો: હોળી પર હનુમાનજી મંદિરમાં મુસ્લિમ સમાજ આપે છે શ્રીફળ-રૂ.101, 92 વર્ષથી ચાલે છે અનોખી પરંપરા

ADVERTISEMENT

અજમેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો
અજમેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં કપલ બાઇક પર રોમાન્સ કરતા જોવા મળ્યું હતું. બંને લોકો એકબીજાને ગળે લગાવી રહ્યાં હતાં. આ પછી ક્રિસ્ટિયન ગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ કરણ સિંહે વીડિયોના આધારે કેસ નોંધ્યો હતો. એસએચઓ કરણ સિંહે જણાવ્યું હતું કે, બાઇક સવાર 24 વર્ષનો યુવક છે, તેણે બાઇક પર જે યુવતીને ગળે લગાવી હતી તે સગીર હોવાનું કહેવાય છે. આ કેસમાં આરોપી યુવકની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT