BREAKING: કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાને 12 વર્ષ જૂના હુમલાના કેસમાં 6 મહિનાની જેલની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથ:ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે વર્ષ 2010ના એક કેસમાં દોષિત જાહેર કરીને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. 2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરાયો હતો. માળિયા કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી રહ્યો હતો. જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 3 મળતીયાઓને કોર્ટે 6 મહિનાની જેલની સજા સંભળાવી છે.

12 વર્ષ જૂના કેસમાં ધાકાસભ્ય દોષિત
સાંસદ રાજેશ ચુડાસમાના નિકટના મનાતા મિત વૈદ્ય પર ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા તેમના અન્ય બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરાવાનો કેસ માળિયા કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્રણેયે મળીને મીત અને હરીશ નામના યુવકો પર હુમલો કર્યો હતો. 12 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે આરોપીને દોષિત માન્યા હતા અને ધારાસભ્ય તથા તેમના અન્ય 2 મળતીયાઓને સજા ફટકારી હતી.

ADVERTISEMENT

રાજકીય અદાવતમાં કેસ કર્યાનો ધારાસભ્યનો આક્ષેપ
સમગ્ર મામલે ધારાસભ્ય વિલમ ચુડાસમાએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં આ રાજકીય અદાવતનો મામલો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, હું તે વખતે નગરપાલિકામાં પ્રમુખ હતો અને બંને ફરિયાદીઓ ભાજપના નેતા હતા. અગાઉ તેમને ભાજપમાં જોડાવવાની ઓફર મળી હતી, અને કહેવાયું હતું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ તો કેસ પાછો ખેંચી લઈશું. જોકે મેં તે સ્વીકારી નહીં એટલે રાજકીય અદાવત રાખીને આ કેસ ચાલુ રાખવામાં આવ્યો.

(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT