કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રા માટે શરૂ કરી તૈયારી, પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતથી જીત મેળવી છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે અરવલ્લી ખાતે જિલ્લા કોંગ્રેસની એક બેઠક યોજાઈ હતી. જેમાં વિશ્વમંદિર ખાતે નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હાથ સે હાથ જોડો યાત્રાના આગમનને લઈને ચર્ચા વિચારણા કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારોની બેઠક
કોંગ્રેસ હવે એક્ટિવ થતી જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે બીજી બાજુ મોડાસા વિશ્વકર્મા મંદિર ખાતે આયોજિત બેઠકમાં કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાથસે હાથ જોડો યાત્રાની આગમનને લઈને યોજનાઓ બનાવી હતી. એટલું જ નહીં આની સાથે કોંગ્રેસના અગ્રણી મહેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાથ સે હાથ જોડો યાત્રા એટલે..
કોંગ્રેસે સ્થાપના દિવસે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસને ફરી એકવાર એક્ટિવ કરવા માટે પાર્ટી હાથ સે હાથ જોડો યાત્રા કાઢી રહી છે. આનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ફરીથી નવચેતના આપવાનો છે.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp

    ADVERTISEMENT