CONGRESSએ ચૂંટણીની રણનીતિ પણ કોપી કરી? જગદીશ ઠાકોરે આપ્યા ખેડૂતોને વાયદા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે CONGRESSએ ચૂંટણીલક્ષી રણનીતિ માટે AAPની રાહ અપનાવી હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ખેડૂતો(farmer) સહિત મહિલાઓને ફાયદો થાય એના માટે ખાસ ગેરન્ટીઓ આપી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ પૈકી મહત્ત્વપૂર્ણ હોય એને ફ્રી આપવાની અથવા તેમાં રાહત આપવાની વાત કરી હતી. ત્યારપછી કોંગ્રેસ પણ હવે આ રણનીતિ પર આગળ વધી રહી હોય એમ લાગી રહ્યું છે.

ખેડૂતોને રાહત માટેની મહત્ત્વપૂર્ણ જાહેરાત

જગદીશ ઠાકોરે કોંગ્રેસ જો ચૂંટણી જીતીને આવી તો ખેડૂતો માટે પહેલી કેબિનેટમાં જ 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવાનું વચન આપ્યું છે. આની સાથે જ તેમને 10 કલાક દિવસે વીજળી ફ્રી અપાશે તથા ખેતપેદાશોને ઓછા ભાવે ખરીદવા પર પણ પ્રતિબંધનો કાયદો લાવવાની વાત ઉચ્ચારી છે. વળી ટેકાના ભાવ પર બોનસ આપવાની વાત પણ કરી છે.

  • કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાનું બોનસ મળે એનું વચન આપ્યું છે.
  • માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવા જણાવ્યું છે.
  • ખેડૂતોના સિંચાઈ દરમાં 50 ટકા સુધીની રાહત આપવાની વાત પણ કરી છે.

આ પણ વાંચો: ‘ભાજપના 70 ટકા ધારાસભ્યો કોંગ્રેસની વિચારધારાવાળા’

ADVERTISEMENT

આ વચ્ચે આજે ગુજરાતમાં કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના છ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. 2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. અમારા લોકો ત્યાં જઈ રહ્યા છે, તમે ગણતરી કરશો તો એમના ધારાસભ્યોમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારાના લોકો છે. ભાજપ ભૂલે નહીં કે સત્તાના જોર પર તે ધારાસભ્યોને બાંધીને રાખી શકે છે, પરંતુ જે દિવસે રાજ્યની જનતા તેમને ઝટકો આપશો ત્યારે 70ના બદલે તેમના 30 ધારાસભ્યો અમારી પાસે આવી જશે. ત્યારે તેમને પણ હિસાબ પૂછવામાં આવશે.

‘ભાજપનું ધ્યાન લમ્પી પર નહીં કોંગ્રેસને તોડવા પર છે’
કોંગ્રેસના નેતા રામકિશન ઓઝાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપનું ધ્યાન હાલમાં લમ્પી પર નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પર છે. કોઈ ધારાસભ્ય સાથે અન્યાય થતો હશે તો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે લોકો લોભ-લાલચમાં પક્ષ પલટો કરી રહ્યા છે તેમને સમજાવવાનો કોઈ પ્રયત્ન નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT