લગ્ન કરી મહિલાને ધર્મ પરીવર્તન કરવા દબાણ કરતા 8 લોકો સામે ફરીયાદ, જાણો શું છે મામલો
ગાંધીનગર: રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગાંધીનગરમાં મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા હોવા અંગેની 8 લોકો સામે ફરીયાદ …
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યમાં ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગાંધીનગરમાં મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા હોવા અંગેની 8 લોકો સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચ્યો છે. જેમાં કોલવડા ગામની મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલા સાથે વારંવાર મજબુરીનો લાભ લઈ સંબંધી બાધ્યો હોવાની વાત સામે આવી છે. મૌલવી સહિત 8 શખ્સો સામે ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે.
35 વર્ષે મહિલાના લગ્ન વરસોડા ગામે કરવામાં આવ્યા હતા અને આ લગ્ન થકી મહિલાને ત્રણ સંતાનો પણ હતા પરંતુ લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને વારંવારિક જીવનમાં ઝઘડો થવાના કારણે યુવતી પોતાના માતાના ઘરે આવી હતી અહી બ્યુટી પાર્લરની યુવતીએ આ મહિલા અને વિધર્મી યુવકનો સંપર્ક કરાવ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર્વના મેળાને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી, જાણો શું છે ધાર્મિક કથા
ADVERTISEMENT
બળજબરી પૂર્વક કર્યા લગ્ન
સપ્ટેમ્બર 2020 માં યુવતીના તેના પતિ સાથે છૂટાછેડા થયા બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ વિધર્મી યુવક દબાણ કરતો હતો અને ઓક્ટોબર 2020 માં જુહાપુરામાં લઈ ગયો હતો અને તેના ઘરે તેના મિત્ર અમદાવાદ બાબાખાન કાદરખાન અને એક મૌલિની હાજરીમાં બળજબરીક પૂર્વક લગ્ન પણ કરી લીધા હતા.
8 લોકો સામે ફરીયાદ દાખલ
વિધર્મી યુવક સાથે સંપર્ક બાદ પ્રેમ સંબંધ પણ બંધાયા પ્રેમ સંબંધ બંધાવવાના કારણે લગ્ન જીવનમાં વધુ ખતરાગ આવી ગયો અને અંતે છૂટાછેડા નો વારો આવ્યો છૂટાછેડા થયા બાદ યુવતીનો જન્મદિવસ આવતા જ વિધર્મી યુવકે તેને અમદાવાદ સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે બોલાવી હતી અને ત્યારે જ મસ્જિદમાં લઈ જઈને ધાક ધમકી આપીને લગ્ન કર્યા હતા. મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા હોવા અંગેની 8 લોકો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. વિધર્મી યુવકે મહિલા સાથે વારંવાર મજબુરીનો લાભ લઈ સંબંધી બાધ્યો હોવાની વાત સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT