કોડીનાર નજીક બોલેરો કુવામાં ખાબકી, રેસ્ક્યુ ઓપરેશન બાદ બે મૃતદેહ બહાર કઢાયા
ગીર સોમનાથ: કોડીનારમાં મોડી રાતે એક ભયાનક ઘટના સામે આવી છે. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં ખાબકી હતી. કારમાં બેસેલા બંને યુવાનોના કમકમાટીભર્યા મોત…
ADVERTISEMENT
ગીર સોમનાથ: કોડીનારમાં મોડી રાતે એક ભયાનક ઘટના સામે આવી છે. પેટ્રોલ પમ્પ પાસે એક કાર કૂવામાં ખાબકી હતી. કારમાં બેસેલા બંને યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કારને પડતી જોઈ ત્યાં ઉભેલા તમામ લોકો કૂવા પાસે દોડી ગયા હતા. વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છતાં પણ કારમાં સવાર બંને યુવકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા અને બંને યુવકોએ જીવ ગુમાવ્યો.
કોડીનાર તાલુકાના ફાચરીયા ગામ નજીક એક બોલેરો કુવામાં ખબકતા તેમાં સવાર વડનગર ગામના બે યુવાનના ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયા છે. કોડીનારના વડનગર ગામના કમલેશ કાળાભાઈ ચંડેરા તથા રામ સીદીભાઈ ચંદેરા નામના બે યુવાનો ગતરાત્રિના 10:00 વાગ્યાની આસપાસ બોલેરો ગાડી લઈ જતાં હતા આ દરમિયાન કાબુ ગુમાવતાં કૂવામાં ખબક્યા હતા.
સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં ઘટી ઘટના
બોલેરો ઉપર કાબુ ગુમાવતા ગાડી બેકાબુ બની હતી અને ફાચરિયા ગામની ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકના કૂવામાં કુવાનીપાળી તોડીને બોલેરો ઊંડા કૂવામાં પડી ગઈ હતી. કુવામાં 25થી 30 ફૂટ પાણી હતું જેથી બંને યુવાનો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયા હતા. ઘટનાની જાણ થતા કોડીનાર પોલીસ તથા નગરપાલિકાની ફાયર ટીમને તેમજ વેરાવળ કોસ્ટ ગાર્ડના સ્કૂબા ડ્રાઈવરોને બોલાવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
પોલીસે વધુ તપાસ હાથ ધરી
કલાકોની જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. વડનગર ગામના બે યુવાનના અકસ્માતે મૃત્યુ થતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ત્યારે અકસ્માતની ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT