ગુજરાતમાં ઠંડીનો ચમકારો, બનાસકાંઠામાં ખેતરોમાં બરફની ચાદર છવાઈ, આબુમાં પાણી થીજી ગયું
બનાસકાંઠા: અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં…
ADVERTISEMENT
બનાસકાંઠા: અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં ભારે ઠંડીના કારણે ખેતરો અને ગાડીના કાચ પર બરફ જામી ગયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. ઠંડીના પગલે માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને ઘાસ પર બરફના થર જામી ગયા છે. જ્યારે પાણી પણ થીજીને બરફ બની ગયું છે.
બનાસકાંઠામાં ખેતરમાં બરફ જોઈ ખેડૂતો અચરજમાં
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા દુધવા, ડેલનકોટ તથા સુઈગામ તાલુકાના લીંબોળી ગામોમાં ખેતરમાં બરફ જામી ગયો છે. ખેતરમાં રાયડો, દિવેલા સહિતના પાકો પર રીતસરની બરફની ચાદર છવાઈ ગઈ હતી. કાતિલ ઠંડીના કારણે ખેડૂતોને જીરું, વરિયાળી, રાયડો સહિતના પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસોથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.
ADVERTISEMENT
નલિયામાં 10 વર્ષમાં પહેલીવાર 1 ડિગ્રી જેટલું તાપમાન
ઉત્તરપૂર્વીય પવન ફૂંકાવાના કારણે મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. બીજી તરફ રાજ્યના નલિયામાં 10 વર્ષમાં પહેલીવાર તાપમાન 1 ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ દિવસે પણ ઠંડીના કારણે સ્વેટર અને જેકેટ જેવા ગરમ કપડા પહેરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર અને શક્તિ રાજપૂત)
ADVERTISEMENT