18 વર્ષે ગુજરાતના મુખ્યમંત્રીની કાર બદલાઈ, હવે સ્કોર્પિયો નહીં આ મોંઘીદાટ કારમાં ફરશે CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. CM માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદવામાં આવી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા…
ADVERTISEMENT
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. CM માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદવામાં આવી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતાના કાફલામાં સ્કોર્પિયો કારનો સમાવેશ કર્યો હતો. ત્યારે 18 વર્ષ બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલે તે ગાડીઓને બદલીને નવી નક્કોર ફોર્ચ્યુનર કાર છોડાવી છે. રિપોર્ટ્સ મુજબ મુખ્યમંત્રીની નવી કાર માટે અંદાજે રૂ.25 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
GPS, બુલેટપ્રુફ કાચ સહિત સુરક્ષા સુવિધાથી સજ્જ કાર
ખાસ વાત છે કે મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે 6 જેટલી ગાડીઓ હોય છે. પરંતુ ઈમરજન્સીમાં ઉપયોગ કરી શકાય તે માટે સ્ટેન્ડ બાય કાફલા તરીકે 6 ગાડીઓને રાખવામાં આવે છે. CMની આ તમામ કારને બુલેટપ્રુફ, GPS તથા અન્ય સુરક્ષા સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સોમવારે જ મુખ્યમંત્રી નવી ફોર્ચ્યુનર કારમાં બેસીને સચિવાલય પહોંચ્યા હતા. તેમની કાર પર સીમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી CM બન્યા ત્યારે કોન્ટેસા કારનો ઉપયોગ થતો હતો. જોકે તેમણે સુરક્ષાના કારણોસર કાફલામાં સ્કોર્પિયો કાર ઉમરી હતી.
ADVERTISEMENT
અગાઉ વિજય રૂપાણીએ 191 કરોડમાં ખરીદ્યું હતું વિમાન
નોંધનીય છે કે, આ પહેલા 2019માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી માટે 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 વિમાન ખરીદ્યું હતું. જોકે આ વિમાનનો ઉપયોગ કરાય તે પહેલા જ રૂપાણી સરકારને બદલી નાખવામાં આવી અને બાદમાં ભૂપેન્દ્ર પટેલે તેમાં પ્રથમ સવારી કરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT