CM અને રાજ્યપાલે બોટાદમાં કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, હર્ષ સંઘવીએ વડોદરામાં કર્યું ધ્વજવંદન
અમદાવાદ: દેશ સહિત રાજ્યભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની આ વર્ષે બોટાદમાં ઉજવણી કરવામાં આવી રહી…
ADVERTISEMENT
અમદાવાદ: દેશ સહિત રાજ્યભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની આ વર્ષે બોટાદમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યો માટે રૂ.5 કરોડની આપવાનો નિર્ણય કર્યો છે.
CMએ તમામ નાગરિકોને પાઠવી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા
આ સાથે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..! આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.
સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..!
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ. pic.twitter.com/2ytMwbL6gt
— CMO Gujarat (@CMOGuj) January 26, 2023
ADVERTISEMENT
આરોગ્યમંત્રીએ અમદાવાદમાં કર્યું ધ્વજવંદન
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, 2 દાયકા પહેલા મોંઘી સારવારથી વંચિત લોકો હવે આયુષ્માન કાર્ડ હેઠળ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકે છે. 2025 સુધીમાં અંધત્વનો દર ઘટાડવા માટે સરકાર કટિબદ્ધ છે. જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સુરતમાં ધ્વજવંદન કર્યું હતું. તો રાઘવજી પટેલે જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું હતું.
હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માએ અહીં ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ
આજે પ્રજાસત્તાક પર્વએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સોલંકીએ વડોદરામાં ધ્વજ વંદન કર્યું હતું. તેમણે ગુજરાતના તમામ નાગરિકોને 74મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે મંત્રી જગદીશ વિશ્વકર્માએ મહેસાણામાં તો શિક્ષણમંત્રી કુબરે ડિંડોરે દાહોદમાં ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT