Vadodara: પૂર્વ ક્રિકેટરના ઘરેથી બેગમાં 1.39 કરોડ રોકડા મળ્યા, પોલીસે સટ્ટાની શંકાએ કરી અટકાયત

ADVERTISEMENT

વડોદરા પોલીસ
વડોદરા પોલીસ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ મોટી મુશ્કેલીમાં ફસાયા છે.

point

ક્રિકેટર તુષાર આરોઠેના ઘરમાં SOGના દરોડા પડ્યા હતા.

point

જેમાં બેગ ભરીને 1.39 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Vadodara: વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ક્રિકેટર તુષાર આરોઠેના ઘરમાં SOGના દરોડા પડ્યા હતા. જેમાં બેગ ભરીને 1.39 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ક્રિકેટર આટલી મોટી રકમ ક્યાંથી આવી તે અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ તેમની અટકાયત કરી લીધી હતી. 

આ પણ વાંચો: અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાના પણ કોંગ્રેસને 'રામ રામ', MLA પદેથી આપ્યું રાજીનામું

પૂર્વ ક્રિકેટર પાસે મળ્યા કરોડો રૂપિયા

વિગતો મુજબ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠેને તેના પુત્ર રિશી આરોઠે નાસિકથી આંગડિયા મારફતે 1.39 કરોડ રૂપિયા મોકલ્યા હોવાની બાતમી SOGને મળી હતી. આથી અલકાપુરી વિસ્તારમાં આવેલા આંગડિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં સાંજના સમયે પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પૈસા લેવા પહોંચ્યા હતા, જે બાદ તેમનો પીછો કરીને પોલીસ તેના ઘરે પહોંચી હતી, ત્યારે બે બેગમાં 1.39 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ બાબતે પૂર્વ ક્રિકેટરને સવાલ કરાયા હતા, પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે રોકડ જપ્ત કરીને તેમની અટકાયત કરી હતી. આ સાથે જ પુણેથી 38 લાખ લેવા આવેલા બે લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: IND vs PAK WC: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે પડાપડી, કિંમત 1.86 કરોડ સુધી પહોંચી

પોલીસે કરી ક્રિકેટરની અટકાયત

રિશી આરોઠે અગાઉ ક્રિકેટના સટ્ટા અને ચીટિંગ કેસમાં સંડોવાયેલો છે. આથી પોલીસે આ પૈસા ક્યાંથી આવ્યા અને કોને મોકલવાના હતા, તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલમાં રૂપિયાની માલિકી વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ક્રિકેટરની પૂછપરછ બાદ તેમાં ખુલાસા થઈ શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT