Vadodara: મેડિકલ ઓફિસરને મસાજ માટે ઘરે બોલાવી યુવતીએ કપડા કઢાવ્યા, અચાનક ત્રાટકી નકલી પોલીસ
Vadodara Crime News: વડોદરાના ગોત્રી વિસ્તારમાં મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મસાજ માટે બોલાવીને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના જ સાગરીતોએ નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા હતા અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ADVERTISEMENT
Vadodara Crime News: વડોદરાના મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મસાજ માટે બોલાવીને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના જ સાગરીતોએ નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા હતા અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આટલું જ નહીં મેડિકલ ઓફિસર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આખરે ભોગ બનનાર યુવકે પોલીસનો સંપર્ક કરતા હનીટ્રેપ કરતી ટોળકીને પોલીસે પકડી લીધી હતી.
FB પર યુવતીએ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરી
વિગતો મુજબ, વડોદરા શહેરમાં ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકને જુહી લાબના નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ યુવક અને જુહી વચ્ચે ચેટ શરૂ થયું હતું. દરમિયાન જુહીએ પોતે મસાજ થેરાપીસ્ટ હોવાનું કરીને યુવક સમક્ષ મસાજ કરાવવા આવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ યુવકે 1000 રૂપિયામાં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: Bournvita સહિત આ ડ્રિંક્સ પીતા હોય તો ચેતજો! સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી હટાવવાનો આપ્યો આદેશ
મસાજ માટે ઘરે બોલાવી ટ્રેપમાં ફસાવ્યા
નક્કી કર્યા મુજબ યુવક જુહીના ઘરે મસાજ કરાવવા પહોંચ્યો હતો. અહીં બેડરૂમમાં જઈને મસાજ માટે કપડા ઉતારતા જ ત્રણ શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા અને પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્રણેય ઈસમોએ એપાર્ટમેન્ટમાંથી અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ આવ્યાનું જણાવ્યું ને અરજીનું કાગળ બતાવ્યું હતું. દરમિયાન અન્ય યુવકે તેનો અને જુહીનો વીડિયો ઉતારી લીધો હતો અને ફ્લેટ સીલ કરવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
કેસ પતાવવા 10 લાખની માંગણી કરી
આથી પોલીસના નામથી ડરી જતા યુવકે કેસના પતાવટ માટે રજૂઆત કરી હતી. આથી પોલીસ બનીને આવેલા ગઠિયાઓએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પૈસા ન આપવા પર કેસ કરવાની ધમકી આપી હતી. આથી યુવકે પોતાની પાસે આટલા રૂપિયા ન હોવાનું અને ATM ઘરે હોવાનું કહેતા ત્રણેય તેમને લઈને ઘરે ગયા અને અહીંથી ATM કાર્ડ લઈને 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાદ બાકીના પૈસા નહીં આપવા પર દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: Weather Update: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે થશે વરસાદની આગાહી, અંબાલાલે કરી 'માઠી' આગાહી
યુવતી સહિત 4 લોકોની ધરપકડ
ઘટનાના બીજા દિવસે જુહીએ પણ યુવકને ફોન કર્યો હતો અને પૈસાની માંગણી કરી હતી અને પૈસા ન આપવા પર દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી હતી. જોકે સમગ્ર મામલે યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને લઈને પોલીસે હનીટ્રેપ મામલેમાં યુવતી જુહી સહિત અન્ય 3 યુવકોની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT