'અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ...' મુંબઈ પોલીસે વડોદરાના યુવકની કરી ધરપકડ

ADVERTISEMENT

અંબાણીનું લગ્નસ્થળ ઉડાવી દેવાની ધમકી
Vadodara News
social share
google news

Vadodara News: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન (Anant Ambani Wedding) દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.  મુંબઈ પોલીસ (Mumbai Police) ની સાયબર વિંગ આ મામલે તપાસ કરી રહી છે. ત્યારે હવે આ તપાસનો રેલો ગુજરાતના વડોદરા સુધી પહોંચી ગયો છે. મુંબઈ પોલીસે વડોદરાના એક યુવકને ઝડપી લીધો છે અને તેને મુંબઈ લઈ ગઈ છે. હવે આગળની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. 
લગ્ન દરમિયાન મળી હતી ધમકી

અત્યારે દેશમાં સૌથી વધારે કોઈ બાબતની ચર્ચા ચાલી હોય તો તે છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નની. અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરીને જીવનની નવી શરૂઆત કરી છે. જોકે, અનંત અંબાણીના લગ્ન દરમિયાન તેમના લગ્નસ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ મુંબઈ પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા જીઓ કન્વેશન્શન સેન્ટર ખાતે બોમ્બ સ્વોડ અને ડોગ સ્કવોડ મુકીને ખૂણે ખૂણે તપાસ કરી હતી.  

સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી

સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક યુઝરે અંગ્રેજીમાં ધમકી આપી હતી. જેમાં લખ્યું હતું કે, ''મારા મગજમાં એક ખૂબ જ શર્મજનક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં એક બોમ્બ આવી જાય, અડધી દુનિયા આમ તેમ થઈ જશે. ઘણા અરબ ડોલર માત્ર એક જ પિન કોડમાં...'' આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

ADVERTISEMENT

વડોદરાના યુવકની ધરપકડ

જે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ધમકી અપાઈ હતી તેની સાયબર ક્રાઈમની ટીમે ચકાસણી શરૂ કરી હતી. આ ધમકીને પગલે મુંબઈ પોલીસની ટીમ વડોદરાના વાઘોડિયા રોડ પરના સુવર્ણ લક્ષ્ણી એપાર્ટમેન્ટ સુધી પહોંચી હતી. અહીંથી મુંબઈ પોલીસે વિરલ આશરા નામના યુવકની ધરપકડ કરી હતી અને તેને ઉઠાવી ગઈ હતી. 

ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT