BREAKING: ફરી સુરતના VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, SOG-PCBનો કાફલો દોડતો થયો

Gujarat Tak

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat News: અગાઉ 14 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને આજે એટલે કે રક્ષાબંધનના તહેવારના દિવસે સુરતના વીઆર મૉલને એક ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. સુરત ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી, આ મોલને અગાઉ પણ બોમ્બથી ઉડાવી દેવાની આવી જ ધમકી આપવામાં આવી હતી. 

VR મૉલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ

મળતી માહિતી અનુસાર, આજે સુરત ડુમ્મસ રોડ પર આવેલા VR મૉલને બોમ્બ વડે ઉડાવી દેવાની ભમકીભર્યો ઇમેલ આવ્યો હતો. જેથી તરત જ  મૉલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે રક્ષાબંધનનો પર્વ અને રજાનો દિવસ હોવાના કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.

પોલીસ દ્વારા તપાસ શરૂ

પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને બહાર કાઢીને મૉલને ખાલી કરવી દીધો હતો. જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. પોલીસ સાથે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ મદદ માટે પહોંચી હતી. લોકોમાં ખબર ફેલાતા ત્યાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા સમગ્ર મૉલની તપાસ કરી હતી. જોકે હજુ સુધી શંકાસ્પદ મળી આવ્યું નથી.
  

ADVERTISEMENT

(ઇનપુટ: સંજયસિંહ, રાઠોડ) 

    follow whatsapp

    ADVERTISEMENT