Surat: 'જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો', VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat VR Mall: સુરતમાં આવેલા VR મોલમાં બોમ્લ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલથી ભાગદોડ મચી છે. પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી સાથેનો ઈ-મેઈલ મળ્યો હતો.
ADVERTISEMENT
Surat VR Mall: સુરતમાં આવેલા VR મોલમાં બોમ્લ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલથી ભાગદોડ મચી છે. પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી સાથેનો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.' આ ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મોલને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી.
ધમકી ભર્યા ઈમેઈલ અંગે પોલીસે શું કહ્યું?
આ અંગે ગુજરાત તક સાથે વાત કરતા સી.પી કે.એન ડામોરે જણાવ્યું હતું કે, અમારી ટીમ અંદર પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. મેઈલની તપાસ ચાલી રહી છે. અમે મોલ ખાલી કરાવી દીધો છે. મેઈલ કોણે કર્યો તે અંગે તપાસ ચાલુ છે. મેઈલ મળતા જ મોલમાંથી બધા લોકોને બહાર કાઢી લીધા છે. મેઈલ અંદાજે 4 વાગ્યે આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT