Surat: 'તમારી કરતા અમારો અવાજ ઊંચો છે, ખોટી હોંશિયારી નહીં કરવાની', ફરિયાદી સાથે પોલીસની દાદાગીરી

Gujarat Tak

ADVERTISEMENT

Surat Police
Surat Police
social share
google news

Surat Police News: દારૂના અડ્ડા પર જનતા રેડ પર સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે પોલીસકર્મીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ વીડિયો અડાજણની સૌરભ પોલીસ ચોકીનો હોવાનું કહેવાય છે. 

ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ગેરવર્તન

સુરતમાં અડાજણ સૌરભ પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનું દેખાય છે. પોલીસ કર્મચારી ગુસ્સામાં મહિલાઓની મર્યાદા પણ નથી જાળવી રહ્યા અને કહ્યું કે, મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાને ધમકાવીને દાદાગીરી કરતા પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

મહિલા સામે જ ફરિયાદની ધમકી

સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી? પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે, વિડીયો ઉતારે તો IT એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી. ઘટનાને લઈને ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે અને પોલીસકર્મીની બેદરકારી જણાય તો કાર્યવાહી કરવામાં આવશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT