Surat: 100 CCTV, 500 ઘરોમાં સર્ચ... 10 વર્ષની સગીરા સાથે રેપ-હત્યાના બે આરોપીઓ આખરે પકડાયા

ADVERTISEMENT

Surat News
Surat News
social share
google news

Surat Crime News: સુરતના પલસાણામાં આવેલી શિવદર્શન રેસિડેન્સીમાં 10 વર્ષની બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. જેના 5 દિવસ બાદ બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાળકીના મૃતદેહનું સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા જાણવા મળ્યું કે, ગુમ થયાના બીજા દિવસે જ સગીરાની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના શરીર અને પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: જહાજ અથડાતાં Baltimore Bridge ના બે ટુકડાં, પુલ સાથે અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ

ઘરથી 300 મીટર દૂર સગીરાની લાશ મળી હતી

સુરતના પલસાણામાં આવેલા તીતાથૈયા ખાતેની શિવદર્શન સોસાયટીમાં 10 વર્ષની બાળકી પોતાના સાવકા પિતા સાથે રહેતી હતી. ફળિયામાં રમતા બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાતા ગુમ થયાના 5 દિવસે ઘરથી 300 મીટર દૂર સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે રેપ બાદ ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું હતું, જેને લઈને પોલીસે હત્યા, ગેંગરેપ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસની 20થી વધુ ટીમો તપાસમાં લાગી હતી

પોલીસની 20થી વધુ ટીમોએ 100થી વધુ સીસીટીવી, 500થી વધુ ઘરોમાં સર્ચ અભિયાન હાથ ધર્યા બાદ કેટલાક શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે શકમંદો મળી આવતા તેમની પોલીસે પૂછપરછ આદરી હતી અને બંને તેમાં ભાંગી પડતા સગીરા સાથે રેપ કરીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ઝડપાયેલા આરોપીઓ દીપક કોરી અને અનુજ પાસવાન બંને પરપ્રાંતીય શખ્સો સગીરાની સોસાયટીમાં જ રહેતા હતા. 

ADVERTISEMENT

આ પણ વાંચો: ક્રિકેટના સટ્ટામાં એન્જિનિયર પતિ 1.5 કરોડ હારી ગયો, નારાજ પત્નીએ આપઘાત કરી લીધો

આંબલી ખાવા ગયેલી સગીરાને ખેતરમાં ખેંચી ગયા

ઘટનાના દિવસે બંને શેરડીના ખેતરમાં બેઠા હતા અને દરમિયાન સગીર બાળકી ત્યાં આંબલી ખાવા આવી હતી. એવામાં બંનેએ નજર બગાડીને સગીરાને બોલાવી ખેતરમાં ખેંચી લીધી હતી અને મોં દબાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરા બંનેને ઓળખી જશે તેવા ડરે તેની હત્યા કરી નાખી હતી અને લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે પોલીસની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT