Suratમાં હવે ડુપ્લિકેટ ડેટોલ, હારપિક સહિત બ્રાન્ડેડ વસ્તુઓ બનાવતી આખી નકલી ફેક્ટરી ઝડપાઈ

Gujarat Tak

ADVERTISEMENT

Surat
Surat
social share
google news

Surat News: ગુજરાતમાં અત્યાર સુધી નકલી ઘી, નકલી પનીર અને ENO સહિતની વસ્તુઓની નકલી ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે. આ વચ્ચે સુરતમાં હવે ડેટોલ, હારપિક તથા લાઈઝોલ સહિતની બ્રાન્ડેડ વસ્તુઓ બનાવતી આખી નકલી ફેક્ટરી મળી આવી છે. કંપનીને આ અંગે માહિતી મળતા પોલીસને રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કાચો માલ તથા ડુપ્લિકેટ વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

નકલી ફેક્ટરીમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ બનતી

સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી અંગે કંપનીને માહિતી મળી હતી. જેને લઈને પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો-મટીરિયરલ તથા મોટા પ્રમાણમાં નકલી સામાન મળી આવ્યો હતો. ફેક્ટરીમાંથી નકલી ડેટોલ તથા લિક્વિડનો મોટો જથ્થો મળ્યો હતો. 

કંપનીએ પોલીસના દરોડા પડાવ્યા

આ અંગે કંપનીને માહિતી મળી હતી કે, સરથાણા કેનાલ રોડ માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાવાળા શેડમાં ગોડાઉનમાં લિક્વિડ બનાવવામાં આવી રહ્યું છે. જેને લઈને તપાસ કરતા અંદરથી હારપિક, લાઈઝોલ તથા ડેટોલ લિક્વિડના કેન, સ્ટીકર મળ્યા હતા. હારપિકના 1.65 લાખના 165 કેન, લાઈઝોલના 90 હજારના 100 કેન, તથા ડેટોલ લિક્વિડના 84 હજારના 154 જેટલા કેન મળી આવ્યા હતા. પોલીસે અંદાજિત 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં ફેક્ટરીના માલિક પ્રકાશ મોલ્યા વિરુદ્ધ કોપિ રાઈટ સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT