Surat News: અરરર... ચોકલેટની લાલચમાં 5 વર્ષની બાળકી પીંખાઇ, તો બીજી તરફ 9 વર્ષની બાળા પર સામુહિક દુષ્કર્મ

ADVERTISEMENT

Surat News
રમતી બાળકી પર નરાધમે નજર બગાડી
social share
google news

Surat Crime News: રાતમાં મહિલા અને બાળકીઓની સુરક્ષા પર સવાલ કરતી એક ઘટના સુરતથી સામે આવી છે. આજ રોજ શહેરમાં બે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સગીરે મિત્ર સાથે મળી 9 વર્ષની બાળા પર સવા મહિના દરમિયાન સામુહિક દુષ્કર્મ આચર્યું હતું તો બીજી બાજુ એક રમતી બાળકી પર નરાધમે ચોકલેટની લાલચે અપહરણ કર્યું અને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.  

રમતી બાળકી પર નરાધમે નજર બગાડી 

સુરતના વેડરોડ પર અખંડ આનંદકોલેજ, ત્રિલોક સોસાયટી નજીક 5 વર્ષની બાળકી રડતી હાલતમાં જાગૃત નાગરિકના નજરે પડી. જાગૃત નાગરિક દ્વારા તરત જ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સામે આવ્યું કે આ બાળકી દુષ્કર્મનો ભોગ બની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 29 વર્ષીય નરાધમેં ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું અને અવાવરૂ જગ્યાએ બાળકીને રડતી છોડી દીધી. પોલીસે નરાધમની અટકાયત પણ કરી લીધી છે.   

9 વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક દુષ્કર્મ 

તો બીજી તરફ સુરતના ગોડાદરામાં 9 વર્ષની માસૂમ બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બે વાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનાના બંને નરાધમની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT