Surat Crime News: ભેજાબાજે લાખો રૂપિયાની ચોરી કરી, બચવા એવો કાંડ કર્યો કે પોલીસ પણ ચોંકી!

Gujarat Tak

ADVERTISEMENT

Surat Crime News
Surat Crime News
social share
google news

Surat Crime News: સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બ્લૂ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરમાં ચોરી કરીને સમગ્ર ઘટનાને આગમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલાનો ભંડાફોડ ખુદ સુરતની ઉધના પોલીસે જ કર્યો છે. પોલીસે આ મામલે એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ચોરી કર્યા બાદ લગાવી આગ

સુરત શહેરના પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિરની સામે રિધ્ધિ-સિધ્ધિ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામનું સર્વિસ સેન્ટર છે. તેમાં આરોપીઓએ પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ મળી કુલ રૂ 34,63,526/- ની મત્તાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ માલ સામાનને આગ લગાડી નુકસાન કરીને નાસી છૂટ્યા હતા. આ બાબતે ઉધના પોલીસમાં ફરિયાદ નોધાઈ હતી. જેમાં પોલીસે એક શંકાના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું.  

અંતે ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, દલિત યુવકને માર મારવા મામલે કાર્યવાહી

પોલીસને તપાસમાં ગઈ શંકા

સુરત શહેર પોલીસના DCP ભગીરથ ગઢવીએ કહ્યું કે, ઉધનામાં આવેલી બ્લૂ ડાર્ટ કંપનીમાં આગ લાગ્યાની ફરિયાદ જાણવા જોગ નોંધાઈ હતી. જેની તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ તપાસમાં પોલીસને શંકા ગઈ હતી. વર્ણન અને જાત તપાસમાં વિરોધાભાસ દેખાયો હતો. આગમાં જે સામાન સળગ્યો તેના અવશેષો મળ્યાં નહોતા. તપાસમાં કેટલીક બાબતો સામે આવી હતી. આગનો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાનું પુરાવાના આધારે સામે આવ્યું હતું. સમગ્ર આગ લાગી નહીં પરંતુ લગાડીને પૂર્વ આયોજિત કાવતરું હોવાનું ફલિત થયું હતું.

ADVERTISEMENT

'પરશોત્તમ રૂપાલાની જીત પાછળ...', ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાનું ચોંકાવનારું નિવેદન

ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

તેઓએ જણાવ્યું કે, આગમાં 36 લાખનું નુકસાન થયાનું ફરિયાદમાં કહેવાયું હતું. પરંતુ એવું કંઈ હતું નહીં. આગમાં નુકસાન નહીં પરંતુ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણ આરોપીઓમાં ગોપાલ વાસુદેવ બનીસીપી, બદરૂભાઈ ભુકણ અને જાકીર મોહમ્મદ અલી સૈયદ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આ કામનો અંજામ આપવા માટે આયોજન ખુદ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસમાં કામ કરતા જાકીરે કર્યું હતું. ગોપાલ નામનો આરોપી સિક્યુરિટીમાં હતો. બદરૂ બે દિવસથી જોડાયો હતો. પોલીસે 35.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 40 મોબાઈલ અને ડીવીઆર તથા લેપટોપ કબ્જે કર્યા છે. આજ રીતે તેમને અઠવા વિસ્તારમાં પણ 40 લાખથી વધુની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT