કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી 'પ્રગટ' થયા! વીડિયો વાઈરલ કરીને ભાજપ-કોંગ્રેસ પર કર્યા ખુલાસા

ADVERTISEMENT

Nilesh Kumbhani
Nilesh Kumbhani
social share
google news

Surat Nilesh Kumbhani News: સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે. આ ઘટના બાદથી જ નિલેશ કુંભાણી સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે અને સુરતમાં તેમના વિરુદ્ધ 'ગદ્દાર' લખેલા પોસ્ટર્સ લગાવાઈ રહ્યા છે. જોકે છેલ્લા 5 દિવસથી ગુમ રહેલા નિલેશ કુંભાણીનો પહેલીવાર વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના જ સ્થાનિક નેતાઓ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. 

કોંગ્રેસ પર કર્યા ગંભીર આરોપ

નિલેશ કુંભાણીએ વીડિયો કરીને કહ્યું કે, હું મોવડી મંડળના સંપર્કમાં હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો? કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને અહીંના નેતાઓ રથમાં પણ બેસવા તૈયાર નહોતા અને મારી સાથે જોડાતા નહોતા.

2017માં ભાજપમાંથી ઓફર મળી હોવાનો દાવો

તેમણે વધુમાં કહ્યું કે, 20 તારીખ પહેલા બૂથ પર કોણ સાથે બેસવાનું છે. તેના નામ અને નંબર મોકલો, ત્યારે અહીં જે હોદ્દેદારો હતા તેને કહેતા હતા કે આપણે બૂથની વિગતો આપવાની છે, ત્યારે એકપણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા અને કાર્યકરોને પણ ના પાડતા હતા કે બૂથ આપતા નહીં. તેમજ પબ્લિક પણ જાણે છે કે, જે હાલ વિરોધ કરી રહ્યા છે એ ભાજપ સાથે બેસી ગયા હતા. મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો. 2017માં પણ ભાજપની ઓફર હતી કે અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો આમ છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નહોતું.
 

ADVERTISEMENT

નિલેશ કુંભાણીએ જાહેર કરેલો વીડિયો

(વધુ વિગતો અપડેટ કરાઈ રહી છે)

    follow whatsapp

    ADVERTISEMENT