ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, 27.50 કરોડથી વધુની ચૂકવાશે સહાય! કારણ કે...

Gujarat Tak

ADVERTISEMENT

gujarat rain crop
gujarat rain crop
social share
google news

Gujarat Farmers News : રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કમોસમી વરસાદ (Gujarat Rain) ની નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં 13 મે 2024 થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. ગુજરાતના સાત જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. કૃષિ વિભાગની કુલ 30 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે.

કૃષિ વિભાગને નુકસાનીનો સર્વે સોંપાયો

કૃષિ વિભાગની 30 ટીમ દ્વારા રાજ્યમાં હાથ ધરાયેલા સર્વે અનુસાર, કમોસમી વરસાદના કારણે અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાની થઈ છે. સાત જિલ્લાઓમાં 10,943 ખેડૂતોનો પાક નાશ થયો છે. ત્યારે હવે અંદાજિત 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે. જોકે, હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

SDRFના સહાયના નિયમો

  • બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર સહાય
  • પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય
  • વર્ષાયું બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય
  • ભુવર્ષાયું બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય

16,177 હેક્ટર વિસ્તારમાં 10,943 ખેડૂતોના પાકને નુકસાન

ADVERTISEMENT

વલસાડ (Valsad Rain) જિલ્લામાં કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 73.31 હેકટરનો સમાવેશ થાય છે. સુરત (Surat Rain) જિલ્લામાં 5887.40 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. નર્મદા (Narmada Rain) જિલ્લાનો 1479 હેક્ટર વિસ્તારને નુકસાન થયું છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકામાં 4268 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.અરવલ્લી જિલ્લામાં મોડાસા ભિલોડા અને બાયડ તાલુકામાં 838 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં 1479 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. મહેસાણા જિલ્લાના મહેસાણા, વિજાપુર, કડી, બેચરાજી, ખેરાલુ, વડનગર અને વિસનગર તાલુકામાં કુલ 9591 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT