Surat News: સુરતમાં નકલી તબીબનો રાફડો ફાટ્યો, હવે નવી સિવિલમાંથી ઝડપાયો 'મુન્નાભાઈ MBBS'

Gujarat Tak

ADVERTISEMENT

Surat News
લોકોના જીવ સાથે રમત!
social share
google news

Surat News: થોડા દિવસો પહેલા સુરત શહેરમાં પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને 16 નકલી તબીબોની ધરપકડ કરી હતી. પકડાયેલા નકલી ડોકટરો ખાનગી દવાખાના ખોલીને લોકોની સારવાર કરતા હતા. હવે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક નકલી તબીબ ઝડપાયો છે. હાલ પોલીસ દ્વારા આ 'મુન્નાભાઈ'ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વોર્ડમાં તૈનાત નર્સને ગઈ શંકા

આ મામલે સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે જણાવ્યું કે, કિડની બિલ્ડિંગના ચોથા વોર્ડમાં એક અજાણ્યો શખ્સ ફરતો હતો, જ્યારે વોર્ડ બહેને તેને જોયો તો તે કોઈને ઓળખતો ન હતો. વોર્ડમાં રોજેરોજ આવતા ડોકટરો એકબીજાને ઓળખતા હોય છે. આ શખ્સ અજાણ્યો લાગતો હતો, તેથી જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે કોઈ જવાબ આપી શક્યો નહીં.

નર્સે તાત્કાલિક સિક્યુરિટીને ફોન કર્યો 

જે બાદ બહેને સિક્યુરિટીને ફોન કર્યો હતો અને આ શખ્સે ત્રીજા માળે દર્દીને જોવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્રીજા માળે કોઈ દર્દી હતા જ નહીં. તે થોડો નશામાં હોય તેમ તેને સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસે લઈ આવવામાં આવ્યો હતો. ત્યારબાદ મેં તેને સિક્યુરિટી સ્ટાફ સાથે ખટોદરા પોલીસ સ્ટેશનમાં મોકલ્યો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ADVERTISEMENT

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

    follow whatsapp

    ADVERTISEMENT