મેઘરાજાની રી-એન્ટ્રીઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હજુય 'ભારે'ની આગાહી

Gujarat Tak

ADVERTISEMENT

Rain in Gujarat
અમદાવાદમાં ધોધમાર વરસાદ
social share
google news

Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર થયો હતો. સામાન્ય રીતે ચોમાસાનું આગમન વહેલું થયું હતું અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી હતી. આ વિસ્તારોમાં નદી-નાળા છલકાઈ ગયા હતા. જળાશયોના પાણીના સ્તર ઊંચા આવ્યા હતા અને કેટલીક જગ્યાએ તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેહુલિયા જાણે કે ગુજરાતથી રિસાઈ ગયો હોય તેવું લાગે છે. આ દિવસોમાં રાજ્યમાં ક્યાંય સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી. વરસાદ ખેંચાતા જગતનો તાત મુંઝાયો છે. આ વચ્ચે હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે. 

અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

અમદાવાદ શહેરમાં બપોર પછી વાતાવરણ પલટાયું છે. સવારે વાદળછાયા વાતાવરણ બાદ બપોરે એકાએક વરસાદ શરૂ થયો છે. શહેરના ગોતા, એસજી હાઈવે, વૈષ્ણદેવી, સેટેલાઈટ, પંચવટી, પાલડી, ચાંદખેડા, આંબલી, બોપલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે  વરસાદ પડી રહ્યો છે. શહેરમાં અચાનક વરસાદ પડતા ટુ વ્હીલર ચાલકો પલળી ગયા છે.  છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ રહેતા લોકો પોતાની સાથે રેઇનકોટ રાખતા ન હતા, ત્યારે આજે અચાનક જ વરસાદ થતા લોકોને પલળવાનો વારો આવ્યો છે. 

શું છે હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. તેનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ક્યારે ક્યાં-ક્યાં પડશે વરસાદ?

આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ સાથે જ 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT