હવે આ કોનું કારસ્તાન? ટોલનાકા...કચેરી...બાદ હવે ઝડપાઈ નકલી શાળા, શિક્ષણ વિભાગ એક્શનમાં

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot News
નકલીનો રાફડો ફાટ્યો
social share
google news

Rajkot News : ગુજરાતમાં નકલીની હવે કોઈ નવાઈ નથી રહી. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી કચેરી કે નકલી ઘી, દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ નકલી બાબતે ગુજરાત હવે ચીનને હંફાવી રહ્યું છે. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, અત્યાર સુધી તો નકલી ટોલનાકા અને નકલી કચેરીઓ વિશે જ જાણવા મળ્યું છે, પરંતુ રાજકોટમાંથી હવે એક નકલી શાળા પકડાઈ છે. અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કોઈપણ માન્યતા વગર આ શાળા ઘણા સમયથી ધમધમી રહી હતી. નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે. 

શાળાને શિક્ષણ વિભાગે માર્યું સીલ

મળતી માહિતી અનુસાર, રાજકોટ-માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. ગૌરી પ્રિ-પ્રાઈમરી શાળા કોઈપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી. જોકે, આ અંગેની જાણ થતાં જ શિક્ષણ વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સંચલકો સામે કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

દુકાનમાં ચાલતી હતી સ્કૂલ

આ સ્કૂલ એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. તેમ છતાં શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું ન હતું. ત્યારે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દૂકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા. 

ADVERTISEMENT


અરવલ્લીમાંથી ઝડપાઈ હતી નકલી કચેરી

આપને જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ જ અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી હતી.

ધારાસભ્યએ ઝડપી હતી કચેરી

અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી હતી. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા હતા. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી. 

ADVERTISEMENT

ધવલસિંહએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી

આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગ્લોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. મેં કલેક્ટર અને SPનું ધ્યાન દોર્યું હતું અને તેમણે મારી સામે DDOને તપાસના આદેશ આપ્યા હતા. 

ADVERTISEMENT

ઝડપાયા હતા નકલી ટોકનાકા

આ ઉપરાંત વાંકાનેર-મોરબી હાઈવે પર બોગસ ટોલાનાકું ઝડપાયું હતું. તો કચ્છમાંથી પણ ટોલનાકા કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. 


ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ

 

    follow whatsapp

    ADVERTISEMENT