ખાખીની દાદાગીરી તો જુઓ! ડિંડોલીના પો.ઈન્સ્પેક્ટરે વકીલને મારી લાત, CCTV સામે આવ્યા

ADVERTISEMENT

આ પોલીસ પ્રજાનું રક્ષણ કરશે?
Surat News
social share
google news

Surat News: ખાખી વર્દી પહેરીને મનુષ્યની અંદર ખુમારી આવી જાય છે પણ એ ખુમારી જો અપરાધીઓની સામે આવે તો સારું કહેવાય પણ જો એ જ ખુમારી સામાન્ય માણસ સામે આવે તો એ ગુંડાગર્દી કહેવાય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ PI તરીકે ફરજ બજાવતા એચ.જે.સોલંકીએ ઓફિસનું કામ પતાવીને મોડી રાત્રે ઘરે જતા એક વકીલને માર માર્યો હતો, જેના CCTV પણ સામે આવ્યા છે. 

પોલીસકર્મીએ વકીલને માર્યો માર

CCTV માં કેદ થયેલી આ ઘટના સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પાસેના મધુરમ આર્કેડની છે. જેમાં આપ જોઈ શકો છો એક સફેદ કલરની કાર અહીંયા ઊભી છે અને તેમાં એક-બે વ્યક્તિ બેસવા જઈ રહી છે. ત્યારે જ પોલીસની એક ગાડી આવે છે અને એમાંથી પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે.સોલંકી ઉતરે છે અને તેઓ સીધા જઈને આ ગાડીમાં બેસી રહેલા વ્યક્તિને લાત મારે છે અને મોઢું પર દબાવવાની કોશિશ કરે છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી જાય છે.

ઓફિસેથી ઘરે જઈ રહેલા વકીલને માર્યો માર

સીસીટીવીમાં લાત મારતા દેખાતા ખાખી વર્દી ધારી ડીંડોલી પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ તરીકે ફરજ બજાવતા એચ.જે.સોલંકી છે અને તેઓ જેમને લાત મારી રહ્યા છે તેઓ વકીલ હિરેન નાઈ છે. વકીલ હીરેન નાઈ મોડી રાત્રે પોતાની ઓફિસનું કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી આવે છે અને એમને લાતો મારે છે. 

ADVERTISEMENT

વકીલોમાં ભારે રોષ

આ સમગ્ર ઘટના બાદ વકીલ  હીરેન નાઈ સીધા પોલીસ ઈન્સ્પેક્ટર સામે ફરિયાદ કરવા માટે ગયા હતા. જોકે, તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. પોલીસ દ્વારા માત્ર અરજી લેવામાં આવી હતી. તો બીજી બાજુ આ ઘટના બાદ અન્ય વકીલોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. 

પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર

સુરત કોર્ટના વકીલ મંડળે આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપ્યું છે અને પીઆઈ વિરુદ્ધ યોગ્ય કાર્ય કરવા માટે અપીલ પણ કરી છે. 

ADVERTISEMENT

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT