Rajkot: બેકાબૂ કાર પૂરપાટ ઝડપે દુકાનના ઓટલે બેઠેલા લોકો પર ફરી વળી, CCTVમાં કેદ LIVE અકસ્માત

ADVERTISEMENT

Rajkot News: રાજકોટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરના ત્રિશુળ ચોકમાં બેકાબૂ કાર ચાલકે એક ટુ-વ્હીલર અને રાહદારીઓ અટફેટે લીધો હતો. અકસ્માતમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી.

social share
google news

Rajkot News: રાજકોટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરના ત્રિશુળ ચોકમાં બેકાબૂ કાર ચાલકે એક ટુ-વ્હીલર અને રાહદારીઓ અટફેટે લીધો હતો. અકસ્માતમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, બેકાબૂ કાર પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારે છે અને બાદમાં દુકાનના ઓટલા પર બેઠેલા લોકો તરફ વળી જાય છે. જેમાં બે યુવતીઓ ભાગવામાં સફળ રહે છે, પરંતુ વચ્ચે બેઠેલી એક મહિલા કારની અડફેટે આવી જાય છે. 

અકસ્માતમાં ઘાયલ નલિનભાઈ સિધ્ધપુરા નામના આધેડનું મૃત્યુ થયું છે. નલીનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા ત્રિશુલ ચોક વિસ્તારમાં રહે છે. સમગ્ર ઘટનાને લઈને ડીસીપી જોન-1 અને ટ્રાફિક ડીસીપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(ઈનપુટ: રોનક મજીઠિયા, રાજકોટ)
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT