Rajkot News: રાજકોટમાં બહેને આપી રક્ષાબંધનની ‘ભેટ’, 6 મહિનાથી પીડાતા ભાઈને કિડની ડોનેટ કરી
Rajkot News: સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં તેને ભેટ આપે છે, તથા જીવનભરની સુરક્ષાનું વચન આપે છે. ત્યારે રાજકોટમાં…
ADVERTISEMENT
Rajkot News: સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં તેને ભેટ આપે છે, તથા જીવનભરની સુરક્ષાનું વચન આપે છે. ત્યારે રાજકોટમાં રક્ષાબંધન પહેલા એક બહેને કિડનીની બિમારીથી પીડાતા ભાઈને કિડની ડોનેટ કરીને નવું જીવન આપ્યું છે. આ માટે બહેનના સાસરીયાઓએ પણ પૂરતો સહયોગ આપ્યો, જેના કારણે યુવકને નવું જીવન મળી શક્યું.
કોરોના બાદ યુવકની બંને કિડની ફેલ થઈ ગઈ
રાજકોટમાં વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બ્લડ પ્રેશર વધીને 290 થઈ જતા તેઓ ડોક્ટરને બતાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમની બંને કિડની 70 ટકા ફેલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ બાદ દવા લેતો થોડું સારું થયું જોકે કોરોના થતા ભરતભાઈની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. એવામાં તેમને બી.ટી સવાણી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ડાયાલિસીસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. જેના કારણે 6 મહિનાથી તેમને ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા.
ભાઈની સ્થિતિ જોઈને દયાબેન મદદે આવ્યા
એવામાં ભરતભાઈની આવી સ્થિતિ અંગે બહેન દયાબેન વાગડિયાને જાણ થઈ. આથી તેમણે પોતાના ભાઈને પહેલાની જેમ સાજા કરવાનું મન બનાવી લીધું અને તેનું જીવન બચાવવા આગળ આવીને ભાઈને કિડની ડોનેટ કરવાની ઈચ્છા દર્શાવી. આ માટે દયાબેનના પતિએ પણ તેમને સપોર્ટ આપ્યો. જે બાદ ત્યારે બહેનની કિડનીનું ભરતભાઈમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. હાલમાં ભરતભાઈ અને દયાબેન બંનેની સ્થિતિ સ્વસ્થ છે.
ADVERTISEMENT
રક્ષાબંધન પહેલા જ આ રીતે બહેને ભાઈને કિડની ડોનેટ કરીને નવું જીવન આપતા તેમના આ ઉમદા કાર્યની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
ADVERTISEMENT