તબાહી... તબાહી... રાજકોટના આ ગામમાં આભ ફાટ્યું, 3 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ પડી ગયો!

ADVERTISEMENT

Rajkot Rain
Rajkot Rain
social share
google news

Rajkot Rain News: સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદથી રસ્તાથી લઈને ખેતરો સુધી બધું પાણી-પાણી થઈ ગયું છે. પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના લાઠ ગામમાં 3 કલાકમાં જ ભારે વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે અને તે બેટમાં ફેરવાઈ ગયું છે.

ભારે વરસાદથી ગામનો સંપર્ક તૂટ્યો

ઉપલેટાના લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાનો દાવો છે કે સવારે 3 કલાકમાં જ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, દુકાનોમાં પાણી ઘુસી ગયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. 

3 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ

સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ કહ્યું, 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 3 કલાકમાં 12થી સાડા બાર ઈંચ વરસાદ પડી ગયો છે. વરસાદથી ગામની પરિસ્થિતિ જળબંબાકાર જેવી થઈ ગઈ છે. ગામની ફરતે પાણી છે, વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી. ગામમાંથી બહાર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ પણ બહાર ફસાઈ ગયા છે. મોજ, વેણુ અને ભાદર નદી, ત્રણેય નદીના પાણી ગામમાં આવતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. 

ADVERTISEMENT

'ખેતરમાં 4-4 ફૂટ પાણી ભરાયું'

ગ્રામજનોનો આરોપ છે કે, 3 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, અધિકારીઓને ફોન કરતા કોઈ જોવા પણ નથી આવ્યા, કોઈનો ફોન નથી આવ્યો. હાલમાં ખેડૂતોના ખેતરમાં 4-4 ફૂટ પાણી ભરાયું છે. અમારો બધો પાક નિષ્ફળ ગયો છે. 

    follow whatsapp

    ADVERTISEMENT