રાજકોટમાં કાકા-ભત્રીજાએ 13 વર્ષની સગીરાને પીંખી નાખી, બાળક જન્મતા ડોક્ટરે વેચી માર્યું

ADVERTISEMENT

Rajkot Crime News
Rajkot Crime News
social share
google news

Rajkot Crime News: રાજકોટના જસદણમાં આવેલા દેવપરા ગામમાં 13 વર્ષની સગીરા પર તેના જ કાકા અને કૌંટુબિક ભાઈએ દુષ્કર્મ આચરીને પ્રેગ્નેટ કરી નાખી હોવાની ઘટના બની છે. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ ડોક્ટરે તેને વેચી માર્યું હોવાનો આરોપ પરિજનો કરી રહ્યા છે. આ અંગે પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓ તથા તબીબ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Amitabh Bachchan મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

ભાઈની હત્યાની ધમકી આપી સગીરાને હવસનો શિકાર બનાવી

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 13 વર્ષની સગીરા સાથે એક વર્ષ પહેલા તેના કૌટુંબિક કાકા અને બે ભાઈઓએ એમ ત્રણેયે બળજબરી કરી હતી. સગીરાએ વિરોધ કરતા તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ અવારનવાર સગીરાના ધાબા પરથી ઘરમાં આવતા અને દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની ગઈ હતી. પ્રસુતિની પીડા ઉપડતા તેને કમળાપુરના શ્રીજી ક્લિનિકમાં ખસેડવામાં આવી હતી અને તેણે લગભગ 2 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. 

દુષ્કર્મથી પ્રેગ્નેટ સગીરાએ આપ્યો બાળકને જન્મ

જોકે આરોપીઓ કુટુંબના જ હોવાથી સગીરાના પરિવાર અને કુટુંબની બદનામીના ડરે દુષ્કર્મની વાતને દબાવી દીધી હતી. આ બાદ નવજાત બાળક ક્લિનિકના ડોક્ટરને આપી દેવામાં આવતા તેણે પુરાવાનો નાશ કરવા નવજાત કોઈને વેચી દીધું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે આ બાબતે સમાધાન થતા ત્રણેય આરોપીઓને ગામ છોડીને જતા રહેવા અને ગામમાં ફરી નહીં દેખાવાનું નક્કી થયું હતું. જોકે આરોપીઓ પાછા ગામમાં આવીને સગીરાના ઘર સામે ઊભા રહેતા હોબાળો મચી ગયો હતો. જે બાદ સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. 

ADVERTISEMENT

આ પણ વાંચો: અકસ્માતની વણજાર: અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોંધ્યો ગુનો

સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ડોક્ટર સામે બાળક વેચવાના ગુનામાં માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસે કૌટુંબિક કાકા, ભાઈ અને આરોપી ડોક્ટરની અટકાયત કરી છે. જ્યારે અન્ય એક સગીર 16 વર્ષનો છે.

    follow whatsapp

    ADVERTISEMENT