રાજકોટનું 'મોતઝોન' : ગેમઝોન પહેલાના અને પછીના દ્રશ્યો, હાલત જોઈ તમારું હૈયું હચમચી જશે
Rajkot TRP Game Zone fire: રાજકોટમાં ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
ADVERTISEMENT
Rajkot TRP Game Zone fire: રાજકોટમાં ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, રાજકોટમાં બનેલી હચમચાવી નાખે એવી ઘટનાના કેટલી આગ લાગ્યા પહેલાની અને પછીની તસવીરો આપણે જોઈશું. તેના પરથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કેટલી નાની મોટી ખામીઓ લોકોના મોતનું કારણ બની ગઈ.
1. સૌથી પહેલા તો આ જગ્યાનું NOC મેળવેલું હતું નહીં, તો શું 3 વર્ષથી ચાલતી આ જગ્યા વિશે કોઈને ખબર જ ન હતી કે કેમ?
2. બીજું આપણે જોઈ શકીએ છીએ આ આખું ગેમઝોન ફેબ્રિકેશનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે તેના કારણે આગએ વધુ જોર પકડયું હોય શકે છે.
ADVERTISEMENT
3. ત્રીજું આ જગ્યાએ રેસિંગ ટ્રેકની આસપાસ અને શોભા માટે રંગીન ટાયરનો ઉપયોગ થયેલો હતો, જેના કારણે પણ આગએ વધુ વેગ પકડ્યો
4. Exit અને entry માટે માત્ર 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો, તો સવાલ થઈ છે કે આટલા લોકો માટેની વ્યવસ્થા વચ્ચે કોઈ પણ જગ્યા FIRE Exit કે આપત્કાલિન દરવાજા જેવુ હતું નહીં તો આ બેદરકારી માટે કોણ જવાબદાર માલિક કે તંત્ર?
ADVERTISEMENT
5. મળતી માહિતી અનુસાર, TRP ગેમઝોનમાં 1500 થી 2000 લિટર ડીઝલ જનરેટર માટે અને ગો કાર રેસિંગ કાર માટે 1000 થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું
ADVERTISEMENT
6. અહી ફૂડ્સ સ્ટોલ પણ હતો તો NOC નથી તો ત્યાં કોમર્શિયલ ગેસના સિલિન્ડર કે તે અંગેની જરૂરી પરવાનગીનું શું?
ADVERTISEMENT