Rajkot અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, લોકો સ્વજનો શોધી રહ્યા હતા અને અધિકારીઓ 'પાપ' ઢાંકવામાં વ્યસ્ત હતા

ADVERTISEMENT

Rajkot Fire
Rajkot Fire
social share
google news

Rajkot TRP Game Zone Fire: રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ઘટના અંગે SITની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમના સ્પે. પી.પી તુષાર ગોકાણી દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગેર કાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.

સાગઠીયાએ કર્યો પુરાવાનો નાશ

તુષાર ગોકાણીએ કહ્યું કે, બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે જાડેજા બંધુઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી.

અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા TRP ગેમ ઝોનની જગ્યાના બીજા માલિક અશોકસિંહ જાડેજાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતી વખતેની દલીલમાં સ્પેશિયલ પી.પીએ કોર્ટમાં ઉપરોક્ત બાબતો જજ સમક્ષ રજૂ કરી હતી.  

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: ઓપરેશન 'આરોહી' બચાવોઃ અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી, સાંસદ-ધારાસભ્ય મદદે પહોંચ્યા

નોંધનીય છે કે, રાજકોટમાં 25મી મેના રોજ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું. 

અધિકારીઓને કરાયા હતા સસ્પેન્ડ

જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રાજ્ય સરકારે ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા, જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા, એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ, વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા, એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - 2 (યુનિવર્સિટી), પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ અને રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકાને સસ્પેન્ડ કર્યા હતા. તો કેટલાક મોટા અધિકારીઓની બદલી પણ કરી નાખી હતી. 

ADVERTISEMENT

આ પણ વાંચો: Vadodara: આવાસ યોજનામાં મુસ્લિમ પરિવારને ફ્લેટ ફાળવાતા હોબાળો, સ્થાનિકોનો ભારે વિરોધ

પોલીસ પોતે બની હતી ફરિયાદી

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ  કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT