રાજકોટ અગ્નિકાંડના પડઘા: મોટા ગજાના અધિકારીઓની બદલી અને સસ્પેન્શન, હવે કોનો વારો?

ADVERTISEMENT

Rajkot Game Zone Fire News
Rajkot Game Zone Fire News
social share
google news

Rajkot Game Zone Fire News: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે સરકારે એક મોટું અને સરાહનીય કામગીરી કરી છે. પહેલા વિવિધ વિભાગના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને હવે મોટા ગજાનાના અધિકારીઓ પર તવાઈ કરી છે. રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. હવે આ મામલે કોનો નંબર લાગશે તે જોવાનું રહ્યું અને આગળ કેટલી કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું છે.  

કયા-કયા IPS અધિકારીઓ સામે કાર્યવાહી?

રાજકોટ શહેરના પોલીસ કમિશનર IPS રાજુ ભાર્ગવની બદલી કરાઈ છે અને પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેમની સામે અમદાવાદ શહેરના સેક્ટર-2ના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે.
રાજકોટ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર IPS વિધિ ચૌધરીની બદલી કરાઈ છે અને જોકે તેમને પણ કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગ પર રખાયા છે. તેમના સ્થાને કચ્છ-ભુજના DIG મહેન્દ્ર બાગરિઆને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધીરકુમાર દેસાઈનું ટ્રાન્સફર કરાયું છે પરંતુ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગમાં રખાયા છે. તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ જગદીશ બંગાર્વાને ટ્રાન્સફર કરીને જવાબદારી સોંપવામાં આવી છે. 

Rajkot Game Zone Fire: શું તમે આંધળા થઈ ગયા છો? રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢી

શા માટે બદલી ?

  • 28 લોકોના મોત બાદ સરકાર પર એક્શનનું પ્રેશર
  • પહેલા વિવિધ વિભાગના સાત અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
  • જનતા આક્રોષ બાદ સરકાર આવી એક્શનમાં
  • ગેમઝોનની વિવિધ પરવાનગી માટે બંને વિભાગ છે જવાબદાર
  • પોતાના કાર્યમાં બેદરકારી બદલ સરકારે લીધા પગલા
  • ખબર હોવા છતાં ખોટી રીતે પરવાનગી આપ્યાનો હતો આરોપ

કોણ - કોણ સસ્પેન્ડ ?

  • ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  • જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  • એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
  • વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
  • એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
  • પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
  • રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકા

GSSSB વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં આવશે રૂપિયા, ઉમેદવારો આ ખાસ વાંચી લો

જવાબ આપો સરકાર

  • શું તવાઈ બોલી તેની સામે ફરિયાદ નોંધાશે ?
  • પરવાનગી લીધી તે સમયે હાજર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે ?
  • ગેમઝોનના માલિકો પર કોના હતા આશીર્વાદ?
  • શું સરકાર એક કડક દાખલો બેસાડી શકશે ?
     

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT