Rajkot News: રાજકોટ અગ્નિકાંડમાં નવો વળાંક, આરોપી યુવરાજસિંહએ વટાણા વેર્યા
Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. તેમ હાલ એક નવો વાળાંક સામે આવ્યો છે. આ મામલે એક કોર્પોરેટની વરવી ભુમિકાનો ભાંડાફોડ ફૂટ્યો છે.
ADVERTISEMENT
Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. તેમ હાલ એક નવો વાળાંક સામે આવ્યો છે. આ મામલે એક કોર્પોરેટની વરવી ભુમિકાનો ભાંડાફોડ ફૂટ્યો છે. ભાજપના કોર્પોરેટરે ગેમઝોનના સંચાલક પાસેથી 1.50 લાખ લઈને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી ડિમોલિશન અટકાવ્યું હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ બોલવા તૈયાર નથી.
અગ્નિકાંડમાં મોટો ખુલાસો
ગેમ ઝોનમાં સીટના અધિકારીઓની પૂછપરછમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ગેમ ઝોનનાં સંચાલક યુવરાજસિંહ સોલંકી સીટના અધિકારીઓને સામે કબૂલાત કરી હોવાની જાણકારી મળી રહી છે, ભાજપના કોર્પોરેટના કહેવાથી ડિમોલેશન અટકી ગયું હતું. ભાજપના કોર્પોરેટરે દોઢ લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત જાણવા મળી રહી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવા તૈયાર નથી.
Lok Sabha Result: બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનની કોંગ્રેસના સંગઠન પર ટકોર, જુઓ આ શું બોલી ગયા...
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
જોકે આ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં RMC અને કમિશનર સહિત જવાબદાર અધિકારીઓ પર લાલઘૂમ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ચાર મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે 'SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ કેમ અટકવાનું નામ નથી લેતી.' આ ઉપરાંત સરકારે જ્યારે કોર્ટમાં કહ્યું કે અમે કમિશનરની બદલી કરી છે ત્યારે કોર્ટે આ બાબતે લાલઘૂમ થઈ કહ્યું કે 'કમિશનરનું ટ્રાન્સફર પૂરતું નથી, બધા બધું જ જાણતા હતા.' તેમણે સવાલ કરતાં કહ્યું કે, RMC કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? 28 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે IPCની કલમ કેમ નહિ?
ADVERTISEMENT
આગામી સુનાવણી 13મી જૂને
SIT એ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ હાલ મોક ડ્રિલના ડેટા મુકાયા છે.હવે આગામી સુનાવણી 13 જૂને હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT