Rajkot Fire: સાંસદ રામ મોકરિયાએ પણ આપવી પડી હતી લાંચ! ફાયર NOC માટે 70 હજાર આપ્યાનો ધડાકો

ADVERTISEMENT

Ram Mokariya
Ram Mokariya
social share
google news

Rajkot Fire Incident: રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની ઘટનામાં 27 માસુમ લોકોના જીવ ગયા. સમગ્ર અગ્નિકાંડ મામલે સરકાર દ્વારા અત્યાર સુધીમાં 7 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો આ સાથે 3 IPS અધિકારી અને 1 IASની બદલી કરી નાખવામાં આવી છે. આ વચ્ચે રાજકોટમાં પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતા હોવાનો અને તંત્રના ભ્રષ્ટાચારનો ખુદ સાંસદ રામ મોકરિયાએ જ ખુલાસો કર્યો છે. જે બાદ ભારે ખળભળાટ મચી ગયો છે.

ફાયર NOC માટે સાંસદે ચૂકવવા પડ્યા 70 હજાર

ફાયર વિભાગના અધિકારીઓને સાંસદ રામ મોકરિયા જ્યારે ઉદ્યોગપતિ હતા ત્યારે તેમને પણ હપ્તા લેવામાં મૂક્યા નથી. તેનો ખુલાસો સાંસદ રામ મોકરિયાએ કર્યા હતા. રામ મોકરિયાએ 150 ફૂટ રિંગ રોડ પર ભાજપ ઓફિસ પાસે 27000 વાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. જોકે આ પ્લાન માટે ફાયર NOC માટે અરજી કરવામાં આવતા 70 હજાર રૂપિયા ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માંગવામાં આવ્યા હતા. તે સમયે રામ મોકરિયાએ પૈસા ચૂકવી પણ દીધા હતા. પત્રકારો સાથે મૌખિક ચર્ચા દરમિયાન રામ મોકરિયાએ આ સમગ્ર ઘટના જણાવી હતી અને વાતનો સ્વીકાર કર્યો હતો.

પૈસા લેવા છતાં ન કર્યું કામ

જોકે પૈસા આપવા છતાં પણ રામ મોકરિયાનું કામ થયું નહોતું, જોકે આખરે તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા બાદમાં તેમણે ફાયર ઓફિસર ભીખા ઠેબાને ફોન કર્યો હતો. ત્યારે ફાયર ઓફિસરને ભાન થતા પોતાના માણસ દ્વારા કવરમાં રૂ.70,000 પાછા મોકલાવી દીધા હતા. ખુદ ભાજપના નેતાને પણ પોતાના કામ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં આ રીતે પૈસા આપવા પડતા હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT