Heatwave Alert: આકરા તાપમાં બહાર નીકળતા પહેલા ચેતજો! Rajkot માં ગરમીથી લૂ લાગતાં 44 લોકો બેભાન
રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બનાવો ગરમીના લીધે લુ લાગવાના જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
Rajkot Heatwave: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વિસ્તારમાં આકરા તાપ સાથે લૂ નો વાયરો જોવા મળ્યો હતો. એવામાં રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ બનાવો ગરમીના લીધે લુ લાગવાના જોવા મળ્યા હતા.
હજુ વધારે આકરો તાપ પડશે
હજુ તો ઉનાળો માંડ બેઠો છે ત્યાં જ આ પ્રકારનો આકરો તાપ સહન કરવો મુશ્કેલ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ બપોરના સમયે રોડ રસ્તાઓના દ્રશ્યો પણ એકદમ સૂમસામ બન્યા છે.
રાજ્યમાં તાપમાનના આંકડા
આજ રોજ રાજ્યમાં તાપમાનના આંકડાની આવત કરવામાં આવે તો અમદાવાદમાં 40 ડિગ્રી, ડીસામાં 39.1, ગાંધીનગરમાં 39.6, વડોદરામાં 39.6, સુરતમાં 37.6, વલસાડમાં 35, ભુજમાં 39.2, નલિયામાં 34, કંડલા પોર્ટમાં 33.9, અમરેલીમાં 40.8, ભાવનગરમાં 38.2, દ્વારકામાં 29.1, ઓખામાં 31.6, પોરબંદરમાં 36, રાજકોટમાં 39.8,સુરેન્દ્રનગરમાં 40, મહુવામાં 37.8 અને કેશોદમાં 38.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો:- સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ, બેવડી ઋતુથી ખેડૂતો ચિંતાતુર!
લૂથી બચવાના ઉપાય
- ઉનાળામાં લગતી લૂ થી બચવા માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા
- બપોરના સમય સખત તાપમાં એકસાથે કામ ન કરવું વચ્ચે વચ્ચે થોડો આરામ લેવો અનિવાર્ય છે
- કામ કરતાં સમયે થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું
- શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે
- લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ
ADVERTISEMENT