Breaking News: રાજકોટના ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, પાંચથી વધુ બાળકોના મોત
રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ લાગી હતી. જેમાં પાંચથી વધુ બાળકોના મોત થયાની આશંકા છે
ADVERTISEMENT
Rajkot News: રાજકોટ શહેરમાં નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. ગેમ ઝોનમાં આગ લાગતા 8 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે અને આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે
ADVERTISEMENT
ADVERTISEMENT