ગુજરાતીમાં ફરી માવઠું થશે! અંબાલાલ પટેલે કરી વરસાદ પડવાની આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં એકબાજુ ગરમીનો પારો વધી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી સ્પર્શી ગયો છે. ત્યારે રાજ્યમા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મહત્વની આગાહી કરી છે અને ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
Gujarat Weather Forecast: ગુજરાતમા એકબાજુ ગરમીનો પારો વધી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી સ્પર્શી ગયો છે. ત્યારે રાજ્યમા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મહત્વની આગાહી કરી છે અને ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: 'અહંકાર હમેંશા હારે છે', રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ક્ષત્રિયોને સમર્થન
ગુજરાતમાં ક્યારથી વરસાદની આગાહી?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં 7મી એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી વધારે ઉપર જવાની શક્યતા છે. પરંતુ દેશના ઘણા ભાગોમાં તારીખ 12થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે. આ પલટાના કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક હળવા છાંટા પડવાની શક્યતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Toyota એ લોન્ચ કરી પોતાની સૌથી સસ્તી SUV, 7.74 લાખની કિંમત અને 28KMની માઈલેજ
તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં થયું હતું માવઠું
અંબાલાલ પટેલની માવઠાની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ માર્ચ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું હતું. જેના પગલે વલસાડ, તાપી તથા છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ક્યાંક હળવા છાંટા તો ક્યાંક વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાનના અંદાજના પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT