AMCની હોસ્પિટલમાં સગર્ભા-બાળક બંનેનું મોત, હોસ્પિટલમાં કોઈ ડોક્ટર ન હોવાનો આક્ષેપ
અમદાવાદ: શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ લાગી રહ્યા છે. હોસ્પિટલમાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો અને…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આક્ષેપ લાગી રહ્યા છે. હોસ્પિટલમાં મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો અને બાદમાં તેની પણ તબિયત લથડતા મોત થયું હતું. પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે હોસ્પિટલમાં રાત્રે કોઈ ડોક્ટર હાજર નહોતા અને નર્સ તથા તેના સહાયક દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં બેદરકારીના કારણે બાળક અને માતા બંનેનું મોત થઈ ગયું.જેથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, મહિલા દાખલ હતી અને ત્યારે બાળકનું મોત થયું. બાદમાં મહિલાને ખેંચ આવતા સારવાર માટે એલજી ખસેડવામાં આવી રહી હતી ત્યાર રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને બેદરકારણી જણાશે તો જવાબદારો સામે પગલા ભરવામાં આવશે.
ખાસ વાત છે કે મૃતક મહિલાની ઉંમર 29 વર્ષની હતી અને આ તેની ત્રીજી ડિલિવરી હતી. ત્યારે પરિવારજનો દ્વારા કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં મોટી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રાત્રે ડોક્ટર ન હોવાના કારણે મા-બાળકના મોતના આક્ષેપો થઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT