Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, દીકરીને રમાડવા આવેલ જમાઈનું પત્ની સહિત સાસરિયાએ ઢીમ ઢાળ્યું

ADVERTISEMENT

શું છે સમગ્ર ઘટના?
Ahmedabad Crime News
social share
google news

Ahmedabad Crime News: અમદાવાદમાં એક પ્રેમ લગ્નનો કરૂણ અંજામનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં 12 વર્ષના પ્રેમલગ્નનો મનમેળ ન બેસવાના કારણે પરિવાર ઊજળી ગયો છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા 3 વર્ષથી મનમેળ ન આવતા પત્ની પિયરમાં રહેતી હતી. જોકે પિતા પ્રેમના કારણે એક દિવસ પતિ દીકરીને રમાડવા માટે સાસરિયે ગયો હતો. ત્યાં તેની પત્ની અને સાસુ સાથે બોલાચાલી થઈ હતી અને આ મામલો એટલો ઉગ્ર બની ગયો કે પત્ની સહિત સાસરિયાઓએ પતિને ઢોર માર મારી તેની હત્યા કરી નાખી.    

શું છે સમગ્ર ઘટના?

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં પતિની હત્યાના આરોપમાં  3 શખ્સોની ઘરપકડ કરી છે. જેમાં  પત્ની જુલી, સાસુ માંકુવર ઉર્ફે રેવાબેન ક્રિશ્ચન અને સાળા જોન્ટી ક્રિશ્ચનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મૃતક ભાઈ સ્ટિવનની ફરિયાદના આધારે આ ત્રણ આરોપીને પકડ્યા છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે સ્વપ્નિલ મેકવાને 2012માં જુલી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, બંને એક દીકરીને જન્મ આપ્યો અને તેમનું પરિવાર ચલાવતા હતા.

AMC એ નોકરીની તૈયારી કરતાં ઉમેદવારોને આપી તક! Junior Clerk માટે હવે આ તારીખ સુધી ભરાશે ફૉર્મ

જોકે થોડા વર્ષ બાદ બંને વચ્ચે મનમોટાવને કારણે વારંવાર ઝઘડા થવા લાગ્યા જેથી તેનાથી કંટાળીને જુલી પોતાના પિયર જતી રહી. છેલ્લા ત્રણ વર્ષથી જુલી તેની દીકરીને લઈને પિયર જતી રહી હતી. જોકે એક દિવસ પિતૃપ્રેમ પતિને તેની દીકરીને મળતા રોકી શક્યો નહીં અને દીકરીને મળવા તે પત્નીના ઘરે ગયો. આ સમયે વાતચીતમાંથી બોલાચાલી શરૂ થઈ અને મામલો એટલો ઉગ્ર બની ગયો કે પત્ની, સાસુ અને સાળાએ ઢોર માર મારતા યુવાનનો જીવ ચાલ્યો ગયો. હાલ તો પોલીસે હત્યામાં સામેલ પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ પુત્રીને નહીં રમાડવા દેવાનું જ છે કે અન્ય કોઈ જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT