વધુ એક મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું, અંતિમ ચિઠ્ઠી વાંચીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા પરિવારજનો
અમદાવાદ બાદ હવે સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અંગે પરિવારે સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે. મહત્વનું છે કે, મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી આ પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે.
ADVERTISEMENT
Ahmedabad Latest News: અમદાવાદ બાદ હવે સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અંગે પરિવારે સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે. મહત્વનું છે કે, મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી આ પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે.
શું છે સમગ્ર મામલો?
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજરોજ પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહનો કબ્જો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
અગાઉ પણ અમદાવાદના મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો
અગાઉ પણ અમદાવાદના મહિલા પોલીસકર્મીએ શંકાશીલ પ્રેમીના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યો હતો. મહિલા પોલીસકર્મીની સુસાઈડના નોટમાં તેણે પોતાના જ ગામના જશુ રાઠોડ પર આરોપ લગાવ્યા હતા. આથી વાસણા પોલીસે જશુ રાઠોડ સામે ફરિયાદ નોંધી હતી. મહિલા પોલીસકર્મીને હેરાન કરીને આપઘાત માટે દુષ્પ્રેરણા કરનાર પ્રેમી જશુ રાઠોડે પણ આપઘાત કરી લીધો હતો.
ADVERTISEMENT
વાંચો સંપૂર્ણ કિસ્સો:- Ahmedabad: મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું, હોટલમાંથી મળી લાશ
ADVERTISEMENT