9 ચોપડી ભણેલા ગઠિયાએ ધારાસભ્ય, IPS-IASના નામથી 48 ફેક ID બનાવ્યા, લોકો પાસેથી લાખો ખંખેરી લીધા
Ahmedabad Crime News: સોશિયલ મીડિયા પર ધારાસભ્ય, IPS અને IASના નામથી ફેક એકાઉન્ટ બનાવીને પૈસા માંગવાના કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ધો. 9 ભણેલા આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
Ahmedabad Crime News: સોશિયલ મીડિયા પર ધારાસભ્ય, IPS અને IASના નામથી ફેક એકાઉન્ટ બનાવીને પૈસા માંગવાના કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ધો. 9 ભણેલા આરોપીની ધરપકડ કરી છે. આ સાથે ગેંગના મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 48 જેટલા નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને મેસેજ દ્વારા પૈસાની માગણી કરતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી, પિતાનું પણ પાર્ટીમાંથી રાજીનામું
રાજસ્થાનથી લોકોને છેતરનારો ભેજાબાજ ઝડપાયો
ગુજરાતના IPS અધિકારીઓ તથા IAS અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામ પર સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા માગીને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા હતા. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે કાર્યવાહી કરીને રાજસ્થાનના કિશનગઢથી સરમીન ઉર્ફે કલ્લુ મેવની ધરપકડ કરી છે. સાથે અન્ય શંકાસ્પદ આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.
રાજનેતા, અધિકારીઓના નામે 48 એકાઉન્ટ બનાવ્યા હતા
ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલો આરોપી માત્ર ધો.9 પાસ છે અને તેના ફોનમાં IPS સફિન હસન, હરેશ દુધાત, બ્રજેશ કુમાર ઝા, લવિના સિંહા, તરુણ બારોટ સહિત ઘણા PI તથા PSIના ફેક એકાઉન્ટ મળ્યા હતા. સાથે જ એલિસબ્રિજથી MLA અમિત શાહ, પૂર્વ MLA ભૂષણ ભટ્ટ સહિતના 48 જેટલા ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા. આરોપી ફેસકબુક કે ગૂગલથી ફોટો લઈને બાદમાં રાજનેતાઓના નામથી એકાઉન્ટ બનાવતો અને બાદમાં લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને ઈમરજન્સીના નામે પૈસા માગતો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભાજપને ભરતી મેળો ભારે પડ્યો! સાવલીના નારાજ MLA એ જણાવ્યું રાજીનામું આપવાનું કારણ
નોકરીની લાલચ આપી પૈસા પડાવતો
ધારાસભ્ય અમિત ઠાકરના નામના નામે પણ આ રીતે પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ધારાસભ્યના ફોટો પર ઘરે બેઠા નોકરી આપવાનું લખાણ લખ્યું હતું અને બાદમાં આવી પોસ્ટ મૂકી લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવીને તેમને છેતરવામાં આવ્યા હતા. આથી અમિત ઠાકરની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી. જેની તપાસમાં આરોપીના ફોનથી 48 જેટલા ફેક એકાઉન્ટ મળી આવ્યા હતા.
ADVERTISEMENT